Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Cyclone Remal LIVE: મોડી રાત્રે પ. બંગાળના કિનારે ટકરાશે રેમલ, તંત્ર તમામ પરિસ્થિતિ માટે તૈયારી

09:58 PM May 26, 2024 | KRUTARTH JOSHI

નવી દિલ્હી :  NDRF ના પૂર્વ ક્ષેત્રના કમાન્ડર ગુરમિંદર સિંહે કહ્યું કે, શક્યતા છે કે, ચક્રવાત રેમલ આજે અડધી રાત્રે લેન્ડફોલ કરશે. IMD અનુસાર લેંડફોલના સમયે હવાની ગતિ 120-130 કિલોમીટર પ્રતિકલાક થશે. NDRF ની 14 ની ટીમોને સાઉથ બંગાળમાં તહેનાત કરવામાં આવી છે.

રેમલ મોડી રાત્રે પશ્ચિમ બંગાળના કિનારે ટકરાશે

ચક્રવાતી તોફાન રેમલનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારત હવામાન વિભાગના અનુસાર ચક્રવાત રેમલ આજે અડધી રાત્રે પશ્ચિમ બંગાળના કિનાસા અને બાંગ્લાદેશ સાથે ટકરાશે. હાલ કોલકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. ચક્રવાત અંગે બંગાળના રાજ્યપાલે લોકોને સતર્ક રહેવાની ભલામણ કરી છે. સાથે જ SOP નું પાલન કરવા માટેની અપીલ કરી. રાજ્યપાલ ડૉ. સીવી આનંદ બોઝે કહ્યું કે, આ સ્થિતિ પર બારીકીથી નજર રાખી રહ્યા છે અને તેને ઉકેલવા માટે રાજ્ય અને કેન્દ્રીય નિષ્ણાંતોની સાથે સતત સંપર્કમાં છે. બીજી તરફ દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ પણ આ ચક્રવાતને પહોંચી વળવા માટેની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક કરી.

એનડીઆરએફની કુલ 14 ટીમો તહેનાત કરવામાં આવી

ચક્રવાતને ખાળવા માટે પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની કૂલ 14 ટીમ તહેનાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આગામી 2-3 કલાકમાં રેમલનું લેન્ડફોલ શરૂ થઇ જશે. હવાની સ્પીડ 110-120 કિલોમીટર પ્રતિકલાકથી માંડીને 135 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. બીજી તરફ NDRF ના પુર્વી ક્ષેત્રના કમાન્ડર ગુરમિંદર સિંહે કહ્યું કે, શક્યતા છે કે, ચક્રવાત રેમલ આજે અડધીરાત્રે લેન્ડફોલ કરશે. IMD ના અનુસાર લેન્ડફોલનો સમય હવાની ગતિ 120-130 કિલોમીટર પ્રતિકલાક થશે. એનડીઆરએફની 14 ટીમો સાઉથ બંગાળમાં તહેનાત કરવામાં આવી છે, તેમણે કહ્યું કે, ચક્રવાતી તોફાનના કારણે ભારે વરસાદ થઇ શકે છે. જો કે તે સુપર ચક્રવાત અમ્ફાન જેટલું ગંભીર નહીં હોય. જે અગાઉ આવ્યું હતું.

બાંગ્લાદેશે લોકોને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું

બીજી તરફ રેમલના કારણે બાંગ્લાદેશે મોટા પ્રમાણમાં લોકોને ખતરનાક સ્થળોથી રેસક્યુની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. બાંગ્લાદેશના કિનારા જિલ્લા ખસિરા અને કોકસ બજારમાં અડધી રાત સુધી હાઇટાઇડ અને ભારે વરસાદ સાથે ચક્રવાતી તોફાન રેમલ ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે. સમાચાર એજન્સી BSS અનુસાર સાઇક્લોન રેમલના ઉત્તરી દિક્ષામાં વધવાની શક્યતા છે. અડધી રાત સુધી મોંગલા પાસે પશ્ચિમ બંગાળના ખેપુપારા કિનારા પાર કરી શકે છે.