+

RAM NAVAMI : રામનગરીમાં આજે રામનામનો રણકાર, રામભક્તો માટે આ પાંચ મિનિટ રહેશે ખૂબ જ ખાસ

RAM NAVAMI AYODHYA : સમગ્ર દેશમાં આજે રામ નવમીના ( RAM NAVAMI ) પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની રામ નવમી ( RAM NAVAMI ) ખૂબ જ…

RAM NAVAMI AYODHYA : સમગ્ર દેશમાં આજે રામ નવમીના ( RAM NAVAMI ) પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની રામ નવમી ( RAM NAVAMI ) ખૂબ જ ખાસ છે કારણ કે, આ વર્ષે રામ મંદિરના નિર્માણ બાદ અયોધ્યામાં પ્રથમ વખત રામ નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન રામલલાના દર્શન કરવા માટે દેશના ખૂણે-ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા આવી રહ્યા છે. ત્યારે અયોધ્યામાં ભક્તોના દર્શનની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

રામનગરીમાં રામનવમીની ભવ્ય ઉજવણી

રામનગરી અયોધ્યામાં આજે અલગ જ રોનક છલકાઈ રહી છે. ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે આજે રામ નવમીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રામજન્મભૂમિ સંકુલને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. સુંદર લાઈટીંગ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ભક્તોની સુવિધા માટે પણ ખાસ કાળજી રાખવામાં આવી છે. ચંપલ-ચપ્પલ રાખવાની સાથે સાથે ભક્તોની શુદ્ધ પીવાના પાણી અને પ્રાથમિક સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ અવરોધો મૂકીને ભક્તોને દર્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના સંચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

સૂર્યવંશીને કરાશે આ ખાસ ” સુર્યતિલક”

પૌરાણિક કથાઓ અનુસાર,ભગવાન શ્રીરામ સૂર્યવંશી હતા. તેથી તેમને સૂર્ય તિલક લગાવવાની પરંપરા છે.અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. જેમાં ગર્ભગૃહમાં બેઠેલી રામલલાની મૂર્તિના કપાળ પર તિલકની જેમ સૂર્યપ્રકાશ ચમકશે.પ્રાપ્ત અહેવાલ અનુસાર, બપોરે લગભગ 12:16 કલાકે પાંચ મિનિટ માટે રામલલાના મસ્તક પર સૂર્યના કિરણો પ્રગટાવવામાં આવશે અને આ રીતે રામ લલાને સુર્ય તિલક કરવામાં આવશે. ભગવાન રામના ભક્તો ભગવાન રામના સુર્ય તિલકના આ પાવન દર્શન કરવા માટે ઘણા ઉત્સુક છે.

સૂર્યના કિરણોથી અભિષેક કરવા પાછળનું શું મહત્વ છે?

ભગવાન શ્રી રામ સૂર્યવંશી હતા.આવી સ્થિતિમાં રામ મંદિરના નિર્માણ દરમિયાન વૈજ્ઞાનિક પદ્ધતિથી એવી વ્યવસ્થા કરવામાં આવે કે રામનવમીના દિવસે સૂર્યના કિરણો સીધા રામલલાની મૂર્તિ પર પડે જાણે કે તેઓ તેમનો અભિષેક કરી રહ્યા હોય. આ વૈજ્ઞાનિક પદ્ધતિ માટે, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રૂરકીના વૈજ્ઞાનિકોએ અરીસાની લંબાઈ અને પિત્તળનો ઉપયોગ કરીને એક અનોખી સિસ્ટમ બનાવી છે, જેના દ્વારા કોઈ પણ બેટરી કે વીજળીનો ઉપયોગ કર્યા વિના બપોરે 12:00 વાગ્યે સૂર્યના કિરણો રામ લલ્લાના લલાટ પર પડે છે.

આ પણ વાંચો : કોંગ્રેસ, આપ, TDP અને સમ્રાટ ચૌધરી… પોસ્ટ દૂર કરવા ‘X’ને Election Commissionનો આદેશ

Whatsapp share
facebook twitter