Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જુઓ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણ કાર્ડની એક ઝલક

09:46 PM Jan 15, 2024 | Harsh Bhatt

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ કાર્ડ, બધા મહેમાનોને હાથે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ આમંત્રણ કાર્ડમાં મંદિર અને ભગવાન રામની ભવ્ય છબી દર્શાવવામાં આવી છે. આ આમંત્રણમાં એક પુસ્તક પણ સામેલ છે.  જેમાં રામ જન્મભૂમિ આંદોલન સાથે સંકળાયેલા અગ્રણી લોકો વિશે તેમ જણાવવામાં આવ્યું છે.

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની આમંત્રિત યાદીમાં 7,000 થી વધુ લોકોનો સમાવેશ થાય છે. 22 જાન્યુઆરીના સમારોહમાં આમંત્રિત સભ્યોને રામજન્મભૂમિ સંકુલ પ્રવેશ 11:00 વાગ્યે અને 3 કલાક માટે આપવામાં આવશે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકાની ઝલક સામે આવી છે. જેમાં અયોધ્યા રામ મંદિરની છબી જોવા મળી રહી છે. વધુમાં આ આમંત્રણ પત્રિકામાં આ મંદિરના ઇતિહાસ વિશે સંદેશ આપવામાં આવ્યો છે.

આમંત્રણ કાર્ડ

આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય અનેક અગ્રણી હસ્તીઓ પણ જોડાશે જેઓ રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનમાં હાજરી આપશે.

રામ જન્મભૂમિ આંદોલન સાથે સંકળાયેલા અગ્રણી લોકો વિશે અપાઈ માહિતી 

આયોધ્યાની ધરા ઉપર રામ મંદિરનું નિર્માણ જે કરવામાં આવી રહ્યું છે, તેના પાછળ ઘણા મહા પુરુષો, સંતો અને મહંતોનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. ઈ.સ 1528 થી લઈને અત્યાર સુધી જે પણ લોકોએ રામ મંદિર આંદોલનમાં પોતે યોગદાન આપ્યું છે તેમના વિશે માહિતી આ રામ મંદિર આમંત્રણ પત્રિકામાં આપવામાં આવી છે.

રામ મંદિરના નિર્માણમાં અન્ય દેશોમાંથી પણ યોગદાન મળ્યું

રામ મંદિરના નિર્માણમાં ભારતના વિવિધ ભાગોમાંથી જ નહીં, પરંતુ અન્ય દેશોમાંથી પણ યોગદાન મળ્યું છે. નોંધપાત્ર સાંસ્કૃતિક ઈશારામાં, થાઈલેન્ડે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા રામજન્મભૂમિ પર માટી મોકલી છે. આ પહેલા દેશે થાઈલેન્ડમાં પોતાની બે નદીઓનું પાણી ભગવાન રામના મંદિરમાં મોકલ્યું હતું.

અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક સમારોહ રાજ્યમાં ઉત્સવની જેમ ભવ્ય સ્તરે ઉજવવામાં આવશે, તેમ પ્રવાસન પ્રધાન જયવીર સિંહે તાજેતરમાં જણાવ્યું હતું. આ પ્રસંગે, રાજ્ય સરકાર તમામ પ્રતિષ્ઠિત મંદિરો અને ‘મઠ’માં રામ ચરિતમાનસ અને હનુમાન ચાલીસાના પાઠ કરશે. રાજ્યભરમાં 14મી જાન્યુઆરીથી અભિષેક સમારોહ સુધી આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સિંઘે ઉમેર્યું હતું કે, દરેક જિલ્લામાં સ્થાપિત ઉત્તર પ્રદેશ પ્રવાસન અને સંસ્કૃતિ પરિષદ દ્વારા આ કાર્યક્રમોનું સંચાલન સ્થાનિક કલાકારો દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો — AYODHYA KAND : વિજય રાઘવ મંદિર, જ્યાં કાર સેવકો પર તૂટી પડી હતી પોલીસ