Ayodhya Ram Mandir: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશથી એક સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે સીમા હૈદરે કહ્યું છે કે, ‘જો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે જો આમંત્રણ મળશે તો તે ચોક્કસ તે રામ લલ્લાના દર્શન કરવા જશે. સીમાએ કહ્યું કે, રામ લલ્લાના દર્શન કરવા માટે અમારો આખો પરિવાર જશે’
અયોધ્યા જવાની સીમાએ ઈચ્છા વ્યક્ત કરી
અયોધ્યામાં રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. 22 તારીખે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ત્યા રામ લલ્લાના દર્શને જવા માટે સીમાએ પણ ત્યા જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સીમાએ કહ્યું હતું કે, અમારા પરિવારમાં પણ આનંદનો માહોલ છે. કારણ કે, અમારા ગામમાં પણ રામ મંદિરને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, કેટલાય લોકો રામ મંદિર અયોધ્યા જવાની પણ તૈયારી કરી રહ્યા છે. સીમાંએ જણાવ્યું કે, અમે આ વખતે બે દિવાળી મનાવીશું. સીમા હૈદરના ઘરે સુંદરકાંડા પાઠ થાય છે તેવું સીમાએ જણાવ્યું હતું.
આમંત્રણ મળશે તો અમે પૂરા પરિવાર સાથે…
એક અહેવાલ પ્રમાણે સીમાને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું તમે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળશે તો તમે જશો? આ બાબતે સીમાએ કહ્યું કે, જો આમંત્રણ મળશે તો અમે પૂરા પરિવાર સાથે અયોધ્યા જઈશું અને આખો પરિવાર ચાલતા રામ લલ્લાના દર્શન કરવા માટે જઈશું!
આ પણ વાંચો: રામલલ્લાને બાબા વિશ્વનાથ તરફથી મળશે અનોખી ભેટ, જાણો શું હશે?
આપને જણાવી દઈએ કે, એક ઓનલાઈન ગેમ રમતા નોઈડાના સચિનને પાકિસ્તાનની સીમા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યાર બાદ સીમા તેના ચાર બાળકોને લઈને ભારત આવી ગઈ હતી. અત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, સીમા પાંચમા બાળકાની આશા કરી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ