+

રાકેશ ઝુનઝુનવાલાની Akasa Airની ફ્લાઇટ સેવાઓ આ મહિને શરૂ થઈ શકે છે

રાકેશ ઝુનઝુનવાલાની Akasa Airની ફ્લાઇટ સેવાઓ આ મહિને શરૂ થઈ શકે છે, DGCA તરફથી લાઇસન્સડીજીસીએ તરફથી લાયસન્સ મળ્યા બાદ એવું માનવામાં આવે છે કે આ એર જુલાઈના છેલ્લાં અઠવાડિયા સુધીમાં તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ સેવા શરૂ કરી શકે છે. આશા છે કે 15 જુલાઈથી અકાસા એરમાં ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે. શેરબજારના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલી એરલાઇન Akasa Air સાથે જોડાયેલી એક મોટી માહિતી સામે આવી છે. અકાસ
રાકેશ ઝુનઝુનવાલાની Akasa Airની ફ્લાઇટ સેવાઓ આ મહિને શરૂ થઈ શકે છે, DGCA તરફથી લાઇસન્સડીજીસીએ તરફથી લાયસન્સ મળ્યા બાદ એવું માનવામાં આવે છે કે આ એર જુલાઈના છેલ્લાં અઠવાડિયા સુધીમાં તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ સેવા શરૂ કરી શકે છે. આશા છે કે 15 જુલાઈથી અકાસા એરમાં ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે. શેરબજારના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલી એરલાઇન Akasa Air સાથે જોડાયેલી એક મોટી માહિતી સામે આવી છે. અકાસા એરને નાગરિક ઉડ્ડયન સેવાઓની નિયમનકારી સંસ્થા DGCA (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) તરફથી એરલાઇન લાઇસન્સ મળ્યું છે. એરલાઇન દ્વારા કહેવામાં આવ્યું છે કે તેને DGCA તરફથી AOC (એર ઓપરેટર સર્ટિફિકેટ) મળ્યું છે. હવે કંપની એરલાઇન્સ ટૂંક સમયમાં શરૂ કરી શકે છે.

 ક્યારથી ઉડાન ભરી શકશે
ડીજીસીએ તરફથી લાયસન્સ મળ્યા બાદ એવું માનવામાં આવે છે કે અકાસા એર જુલાઈના છેલ્લા અઠવાડિયા સુધીમાં તેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ સેવા શરૂ કરી શકે છે. આશા છે કે 15 જુલાઈથી અકાસા એરમાં ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે. થોડા દિવસો પહેલા મીડિયા સાથેની વાતચીતમાં એરલાઇન કંપનીના સીઇઓ વિનય દુબેએ પણ આ વાતનો સંકેત આપ્યો હતો .DGCA તરફથી એરલાઇન લાયસન્સ મેળવ્યા બાદ Akasa Airના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપતાં કહેવામાં આવ્યું હતું કે અમે અમારા એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC)ની  જાહેરાત કરતાં ખુશ છીએ. આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. હવે અમે કોમર્શિયલ ફ્લાઈટ સેવાઓ શરૂ કરવામાં સક્ષમ છીએ.
 
Whatsapp share
facebook twitter