Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot ST Division : ઉત્તરાયણના તહેવારમાં રાજકોટ ST વિભાગને થઇ રૂપિયા 1.25 કરોડની આવક

09:36 AM Jan 16, 2024 | Hardik Shah

Rajkot ST Division : રાજકોટ ST વિભાગ માટે ઉત્તરાયણનો તહેવાર ફળદાઈ રહ્યો છે. ઉત્તરાયણના તહેવારના કારણે ST વિભાગને સવા કરોડ (1.25) ની આવક થઇ છે. તમે વિચારતા હશો કે એવું શું કર્યું રાજકોટ એસટી વિભાગે કે તેમને આટલી આવક થઇ ? તો અમે તમને જણાવી દઇએ કે, તહેવારના આ બે દિવસ રાજકોટ ST વિભાગે એક્સ્ટ્રા બસો (Extra Buses) દોડાવી હતી. જીહા, આ બે દિવસ 1 હજાર બસો દોડી હતી. આ બસોમાં 10 બસો એક્સ્ટ્રા હતી.

Source : Google

રાજકોટ ST વિભાગને રૂપિયા 1.25 કરોડની આવક

ઉત્તરાયણ (Uttarayan) ના બે દિવસમાં રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટ (Rajkot) થી અલગ-અલગ શહેરોમાં બસો દોડાવવામાં આવી. જેમા રાજકોટથી અમદાવાદ, વડોદરા, ભાવનગર, ભૂજ અને સુરત સહિતના જિલ્લાઓમાં બસો દોડાવવામાં આવી. આજ કારણ છે કે, રાજકોટના એસટી વિભાગને રૂપિયા 1.25 કરોડની આવક થઇ છે. આ અંગે રાજકોટ ST વિભાગના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી માસના આ બે દિવસના પર્વમાં રાજકોટ એસટી વિભાગ (Rajkot ST Division) દ્વારા 1 હજાર બસો દોડાવવામાં આવી હતી, જેમા 10 બસો એક્સ્ટ્રા હતી. ઉત્તરાયણનો તહેવારમાં ફરવા જવા માટે કે પછી સગા-સંબંધીઓના ઘરે પતંગ ઉડાવવા જવા માટે આ વખતે મોટી સંખ્યામાં લોકોએ એસટી વિભાગનો ઉપયોગ કર્યો હતો. શનિવાર અને રવિવારના દિવસે રાજકોટના એસટી બસપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ રહી હતી.

Source : Google

રાજકોટ સહિત 14 ડેપો ઉપર ખૂબ જ ટ્રાફિક

મહિનાનો બીજો શનિવાર આવતા રજા હોવાના કારણે સરકારી કર્મચારીઓએ ઉત્તરાયણમાં ફરવા જવા કે પછી સગા-સંબંધીના ઘરે પતંગ ઉડાવવા જવાના પ્લાન બનાવ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં લોકોએ રાજકોટથી અલગ-અલગ શહેરોમાં જવા માટે સલામત સવારી ગણાતી એસટીનો જ ઉપયોગ કર્યો હતો.  મળતી માહિતી અનુસાર, રાજકોટ સહિત 14 ડેપો ઉપર ખૂબ જ ટ્રાફિક જોવા મળ્યો હતો. ખાસ કરીને રાજકોટથી અમદાવાદ, ભૂજ, જુનાગઢ, દ્વારકા, વેરાવળ અને સોમનાથ તરફ જતી હસો મુસાફરોથી ભરેલી હતી.

આ પણ વાંચો – Gujarat Weather : હાડ થીજવતી ઠંડી માટે રહેજો તૈયાર, 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી

આ પણ વાંચો – CM દ્વારા રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના કેમ્પસમાં 481 કરોડ રૂપિયાના વિકાસકામોના ખાતમુહૂર્ત કરાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ