+

Rajkot Police : પોપ્યુલર બિલ્ડર બંધુઓને સવલતો આપી ચૂકેલા PI જાડેજા ફરી વિવાદમાં

Rajkot Police : બે વર્ષ બાદ ફરી એક વખત રાજકોટ પોલીસ (Rajkot Police) વિવાદમાં આવી છે. ફેબ્રુઆરી-2022માં રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Manoj Agarwal IPS) અને ક્રાઈમ બ્રાંચ-SOG ના…

Rajkot Police : બે વર્ષ બાદ ફરી એક વખત રાજકોટ પોલીસ (Rajkot Police) વિવાદમાં આવી છે. ફેબ્રુઆરી-2022માં રાજકોટના તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Manoj Agarwal IPS) અને ક્રાઈમ બ્રાંચ-SOG ના અધિકારીઓ પર “કમિશનકાંડ”ને લઈને BJP ના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે (Govind Patel MLA) પત્ર લખીને ગંભીર આરોપ લગાવ્યા હતા. ફરી એક વખત ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ ક્રાઈમ બ્રાંચ (Rajkot Crime Branch) તોડપાણીના વિવાદમાં આવી છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચના પીઆઈ વાય. બી. જાડેજા (PI Y B Jadeja) ની રાતોરાત બદલી કરી દેવાઈ છે. ત્રણ વર્ષ અગાઉ અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) માં વસ્ત્રાપુર PI તરીકે ફરજ બજાવતા જાડેજાની બદલી, ફરજ મોકૂફી અને ત્યારબાદની નિમણૂંકને લઈને જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ છે.

રાજકોટ ક્રાઈમ બ્રાંચમાંથી કેમ થઈ બદલી ?

Rajkot Police નું નાક ગણાતી ક્રાઈમ બ્રાંચ છેલ્લાં બે વર્ષથી વિવાદોમાં છે. કમિશનકાંડ બાદ તોડકાંડને લઈને Rajkot Police ચર્ચામાં આવી ગઈ છે. ક્રાઈમ બ્રાંચના PI વાય. બી. જાડેજાની રાતોરાત સિંગલ આર્ડરથી બદલી કરી દેવામાં આવી છે. બે વર્ષ અગાઉ રાજકોટ બદલી કરાવીને ગયેલા વાય. બી. જાડેજાને તત્કાલિન ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે (Khursheed Ahmed IPS) ક્રાઈમ બ્રાંચમાં સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નિમણૂંક આપી હતી. PI જાડેજા સામે આરોપ છે કે, તેમણે વ્યાજખોરોને માર મારી લાખો રૂપિયા પડાવી લીધા છે. કથિત તોડકાંડમાં PI વાય. બી. જાડેજાને રાજકોટથી હટાવી દઈ સિવિલ ડિફેન્સ અમદાવાદ (Civil Defence & Home Guards) ખાતે બદલી કરાઈ છે.

કમિશનકાંડમાં CP સહિતના અધિકારીઓની થઈ હતી બદલી

બે વર્ષ અગાઉ રાજ્યભરમાં ગાજેલા કમિશનકાંડને લઈને રાજકોટ પોલીસ (Rajkot Police) ની આબરૂ દાવ પર લાગી હતી. ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા કમિશનકાંડના સનસનીખેજ આરોપ લગાવાતા તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને તેમની ટીમના અધિકારીઓ સામે તપાસ શરૂ થઈ હતી. રાજ્ય સરકાર (Government of Gujarat) દ્વારા તત્કાલિન DGP ટ્રેનિંગ વિકાસ સહાય (Vikas Sahay IPS) ની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી. વિકાસ સહાયે કમિશનકાંડ મામલે ગૃહ વિભાગને રિપોર્ટ સોંપતા તાત્કાલિક અસરથી મનોજ અગ્રવાલની જૂનાગઢ SRP તાલીમ કેન્દ્ર ખાતે બદલી કરી દેવામાં આવી છે. જ્યારે ક્રાઈમ બ્રાંચ SOG ના પોણો ડઝન જેટલાં PI PSI ની પણ બદલી કરી દેવાઈ હતી. આ ઉપરાંત મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓની ગેરકાયદેસર મિલકતોની એસીબી (Gujarat ACB) એ તપાસ શરૂ કરી હતી.

રાજકોટવાળા IPS-PI બંને સિવિલ ડિફેન્સમાં

કથિત કમિશનકાંડ બાદ જૂનાગઢ એસઆરપી તાલીમ ચોકી (SRP Training Centre Junagadh) ખાતે ખસેડાયેલા મનોજ અગ્રવાલને સપ્ટેમ્બર-2023માં અમદાવાદ ખાતે બદલી થઈ હતી. મનોજ અગ્રવાલને જૂનાગઢ સોરઠ ચોકી (Sorath Chowki) થી ખસેડી સિવિલ ડિફેન્સ-હોમગાર્ડના વડા (Director Civil Defence and Commandant of Home Guards) તરીકે મુકાયા હતા. કથિત તોડકાંડના આરોપમાં રાજકોટના PI વાય. બી. જાડેજાને સજાના ભાગરૂપે સિવિલ ડિફેન્સ-હોમગાર્ડમાં મુકી દેવાયા છે.

રમણ-દશરથ પટેલને સવલત આપવાનો આરોપ

ત્રણ વર્ષ અગાઉ વાય બી જાડેજા અમદાવાના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન (Vastrapur Police Station) માં પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે બે વિવાદમાં આવ્યા હતા. ચકચારી કેસમાં આરોપી એવા પોપ્યુલર ગ્રુપ (Popular Group) ના બિલ્ડર રમણ પટેલ અને દશરથ પટેલને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લવાયા ત્યારે તેમને લોકઅપમાં રાખવાના બદલે વૈભવી સવલતો આપી હતી. આ વાત દિલ્હી-ગાંધીનગરમાં પહોંચતા ઉચ્ચ કક્ષાએથી કાર્યવાહીના આદેશ છૂટ્યા હતા. આ ઉપરાંત કોલ સેન્ટરમાં લાખો રૂપિયાનો તોડ કર્યો હોવાનો પણ આરોપ લાગ્યો હતો. જેના પગલે PI જાડેજા સહિત અન્ય પોલીસ અધિકારીઓની બદલી બાદ ફરજ મોકૂફ કરી દેવાયા હતા.

રેલવેથી રાજકોટ પહોંચી ગયા

ફરજ મોકૂફી બાદ ગુજરાત પોલીસ (Gujarat Police) બેડામાં પરત ફરેલા પીઆઈ જાડેજાની CID Crime રેલવે ખાતે નિમણૂંક અપાઈ હતી. બેએક વર્ષ અગાઉ પીઆઈ વાય. બી. જાડેજાએ રેલવેમાંથી Rajkot Police માં પહોંચી ગયા અને તત્કાલિન ઈન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદની કૃપાથી ક્રાઈમ બ્રાંચમાં નિમણૂંક મેળવી અને 20 મહિના સુધી “સાહેબ”ના આર્શીવાદ બની રહ્યાં.

આ પણ વાંચો: Ahmedabad Police : અઢી દાયકા બાદ છેતરપિંડીના કેસમાં ફરિયાદ, કોના લાભાર્થે ?

Whatsapp share
facebook twitter