-
દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં ભુવા અને ખાડા પડ્યા
-
Gujarat સરકાર પાસે કુલ 77 કરોડ રૂપિયાનું ફંડ માગ્યું
-
Gujarat માં રાજકોટના ખાડા સૌથી વધુ જીવલેણ બન્યા
Rajkot Municipal Corporation : Gujarat માં ભારે વરસાદ બાદ તંત્રની પોલ ખુલી છે. નગરપાલિકાઓ દ્વારા સુરક્ષાના નામે કરવામાં આવતા કામની કફોડી સ્થિતિ સામે આવી છે. Gujarat ના દરેક જિલ્લામાં હજારોની સંખ્યામાં ભુવા અને ખાડા પડ્યા છે. ત્યારે તેને કારણે રહીશો દ્વારા પાલિકાની સામે રોષ ઠાલવવામાં આવે છે. જોકે આ પ્રકારના ભુવા અને ખાડાના કારણે અનેકવાર સ્થાનિક અથવા મુસાફરોનો જીવ પણ જોખમમાં મૂકાય છે.
Gujarat સરકાર પાસે કુલ 77 કરોડ રૂપિયાનું ફંડ માગ્યું
ત્યારે રાજકોટ જિલ્લામાં ચોમાસા દરમિયાન 12 હજાર ખાડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પાલિકાએ આ પ્રકારના ખાડા પૂરવા માટે Gujarat સરકાર પાસે કુલ 77 કરોડ રૂપિયાનું ફંડ માગ્યું છે. કારણ કે… મહાપાલિકાને એક ખાડો રિપેર કરવા માટે અંદાજે 1 હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જોકે દર વર્ષે ચોમાસા બાદ રસ્તાઓને રિપેર કરવામાં આવે છે. પરંતુ કામ દરમિયાન કોન્ટ્રાક્ટર અને મનપાના ઈજનેરો દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાથી, વરસાદમાં આ પ્રકારના રસ્તાનું ધોવાણ જોવા મળે છે.
આ પણ વાંચો: ગોધરા પાલિકાની લાલિયાવાડી આવી સામે, મુવાડા ગામમાં રહીશોની હાલત કફોડી
Gujarat માં રાજકોટના ખાડા સૌથી વધુ જીવલેણ બન્યા
રાજકોટમાં વગડ ચોકડીએ મોટા ખાડા પૂરવા રૂપિયા 1.89 કરોડની માગ કરવામાં આવી છે. ત્યારે વગડ ચોકડીએ વરસાદના સમયે સૌથી વધુ લોકો આ ખાડામાં પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે. તે ઉપરાંત વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. Gujarat માં રાજકોટના ખાડા સૌથી વધુ જીવલેણ બન્યા છે. જેમાં 4 મનપામાં સૌથી વધુ અકસ્માતોની ટકાવારી રાજકોટની છે. તેમાં રાજકોટમાં ખાડાઓથી થતો મૃત્યુદર 9.7 ટકા થયો છે. તેમા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ દિલ્હીના ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ પ્રિવેન્શન સેન્ટર રોડ સેફટીનો રિપોર્ટ ચોંકાવનારો આવ્યો છે. તેમાં વડોદરામાં 7.4 ટકા, અમદાવાદમાં 7.4 ટકા અને સુરતમાં 5.5 ટકા અકસ્માતોનો દર છે.
આ પણ વાંચો: VADODARA : દક્ષિણ ઝોનના પ્રશ્નો ઉકેલવા મહત્વની મીટિંગ મળી, જાણો શું ચર્ચા થઇ