+

Rajkot : પુરુષોત્તમ રૂપાલા-વજુભાઈ વાળાએ પાર્ટીના કાર્યકર્તાઓ વિશે જાણો શું કહ્યું ?

પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala) બે દિવસ રાજકોટના પ્રવાસે છે. તેમણે કમલમ ખાતે કાર્યકર્તાઓની સાથે બેઠક કરી હતી અને તે પછી તેઓ પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાને તેમના ઘરે રાજકોટમાં મળ્યા હતા.…

પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala) બે દિવસ રાજકોટના પ્રવાસે છે. તેમણે કમલમ ખાતે કાર્યકર્તાઓની સાથે બેઠક કરી હતી અને તે પછી તેઓ પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાને તેમના ઘરે રાજકોટમાં મળ્યા હતા. વળી આ લોકસભાની બેઠક પણ છે જેનાથી વજુભાઈ વાળા પહેલાથી જ વાકેફ છે. તેઓની સાથે પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala) ચર્ચાઓ કરવાના છે. વળી ગુજરાતમાં ભાજપ આ વખતે 5 લાખથી તમામ બેઠકો પર લીડ સાથે જીતવાના લક્ષ્ય સાથે પ્રચાર કરી રહી છે. ત્યારે આ મુદ્દે પુરુષોત્તમ રૂપાલા વજુભાઇ વાળા સાથે રાજકોટની બેઠક માટે પણ ચર્ચા કરવાના છે.

વજુભાઈ વાળાએ ભાજપને રાજકોટમાં મજબૂત કર્યું : Parshottam Rupala

જણાવી દઇએ કે, રાજકોટમાંથી પુરુષોત્તમ રૂપાલા (Parshottam Rupala) આ વખતે લોકસભાની ચૂંટણી લડવાના છે. ત્યારે તેની તૈયારીમાં પુરષોત્તમ રૂપાલાએ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. તે બાદ તેઓ વજુભાઈ વાળાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યા તેમણે રાજકોટ બેઠકને લઇને ચર્ચાઓ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, વજુભાઈ જ્યારે પ્રદેશના અધ્યક્ષ હતા ત્યારે હું તેમની સાથે મહામંત્રી હતો. વિધાનસભામાં અમે મંત્રી તરીકે સાથે કામ કરતા હતા. મારો એવો નમ્ર મત છે કે, વજુભાઈ વાળાએ અને તે વખતની રાજકોટની ટીમે ભાજપને રાજકોટમાં મજબૂત કર્યું અને તે પછી રાજકોટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરાવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં પાર્ટીને વિકસાવવાનું મૂળ બળ રાજકોટમાંથી પૈદા થતુ હતું તેના અમે સાક્ષી છીએ. અને અમે તેના લાભાર્થી પણ છીએ. અમે વજુભાઈની સાથે સાથી કાર્યકર્તા તરીકે કામ કર્યું તે અમારા માટે ગૌરવની વાત છે. અમારો સંબંધ નેતા અને કાર્યકર્તાઓને છે.

પુરુષોત્તમ રૂપાલાએ વધુમાં કહ્યું કે, અત્યારે સમગ્ર વિશ્વ PM મોદી પર નજર રાખીને બેઠું છે. મોદીજી અમારા વડાપ્રધાન છે અને આ ચૂંટણીનો સમય છે એટલે આ વાત નથી થઇ રહી. તેમણે તે કક્ષા પ્રાપ્ત કરી છે અને દેશની કરી છે. તેમણે આગળ કહ્યું કે, મોદી એરા યુગનો જ્યારે પ્રારંભ થયો તેમા રાજકોટની બેઠક પરથી વજુભાઈ વાળાએ રાજીનામું આપ્યું હતું. અને તેઓ કાર્યકર્તાઓને લઇને ગાંધીનગર સર્કિટ હાઉસમાં આવ્યા હતા તે ઘટનાનો હું સાક્ષી છું. એટલે હું કહી શકું કે આ એરાની શરૂઆત કરનાર વજુભાઈ વાળા છે. એટલે જ મને તેમની સાથે નેતા અને કાર્યકર્તાઓના નાતાનો ગર્વ છે.

વજુભાઈ વાળાએ શું કહ્યું ?

વજુભાઈ વાળાએ ભાજપમાં કોઇ નેતા નથી પણ બધા કાર્યકર્તાઓ છે તેવું કહીને પોતાની વાતની શરૂઆત કરી હતી. તેમણે આગળ કહ્યું કે, જે કાર્યકર્તાઓને જે જવાબદારી સોંપવામાં આવે છે તે તેણે નિભાવવાની છે. અમારો કોઇ પણ નેતા કોઇ પણ કાર્યકર્તાઓ ઉપર ઓર્ડર કરતો નથી. તેને સમજાવીને કહે છે કે , પાર્ટીની નક્કી થયેલી નીતિ છે અને તે નીતિ પ્રમાણે આગળ ચાલવાનું છે. આ જ ભાવના સાથે એક લોહીયા થઇ અને જનસંઘ અને ભાજપે જે કામ કર્યું છે તેનું પરિણામ આજે દેખાય છે. તેમણે આગળ કહ્યું કે, કાર્યકર્તા તેને જ કહેવાય કે જે માત્ર કાર્ય કરે, અપેક્ષા વિનાનું કામ કરે તેને કાર્યકર્તા કહેવાય. બાકી વ્યક્તિની નબળાઈ દરેક ક્ષેત્રની અંદર હોય છે એ થોડા સમય પછી ખબર પડે કે આ પાર્ટીની અંદર આવી કોઇ પદ્ધતિ નથી એટલે પછી તે પોતાની માંગણી મુલતવી રાખે છે.

આ પણ વાંચો – Gujarat Congress : વધુ એક નેતાએ પાર્ટીને કહ્યું ‘રામ રામ’, કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

આ પણ વાંચો – Arjun Modhwadia: ગુજરાતની રાજનીતિમાં શા માટે જરૂરી છે અર્જુન મોઢવાડિયા? જાણો તેમની રાજનીતિક સફર

આ પણ વાંચો – Arjun Modhwadia Exclusive Interview : ભાજપનો ખેસ પહેર્યા બાદ અર્જુન મોઢવાડિયાનું સૌથી પહેલું ઈન્ટરવ્યુ

Whatsapp share
facebook twitter