+

Rajkot : સિવિલ હોસ્પિ.માં તબીબે વૃદ્ધા દર્દી સાથે કરેલા અમાનવીય વર્તન અંગે Gujarat First નાં અહેવાલની ધારદાર અસર

ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ફરી એકવાર ધારદાર અસર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધા સાથે અમાનવીય વર્તન સિવિલ હોસ્પિટલ તંત્રે સમગ્ર મુદ્દે તપાસ સમિતિની રચના કરી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) વૃદ્ધા…
  1. ગુજરાત ફર્સ્ટનાં અહેવાલની ફરી એકવાર ધારદાર અસર
  2. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધા સાથે અમાનવીય વર્તન
  3. સિવિલ હોસ્પિટલ તંત્રે સમગ્ર મુદ્દે તપાસ સમિતિની રચના કરી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) વૃદ્ધા સાથે અમાનવીય વર્તનનો અહેવાલ Gujarat First દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની હવે ધારદાર અસર જોવા મળી છે. ગુજરાત ફર્સ્ટનાં અહેવાલ બાદ હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે. સિવિલ હોસ્પિટલ તંત્રે આ સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કરી છે જે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટને (Rajkot Civil Superintendent) તપાસનો રિપોર્ટ સોંપશે.

આ પણ વાંચો –  Mehsana : ધારાસભ્ય અને સાંસદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, કરી આ રજૂઆત!

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ દ્વારા વૃદ્ધા સાથે અમાનવીય વર્તન

જણાવી દઈએ કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) ભગવાનનું રૂપ કહેવાય એવા તબીબે 70 વર્ષનાં વૃદ્ધ મહિલા દર્દી સાથે અમાનવીય વર્તન કરી સારવાર ન કરવી પડે તે માટે વૃદ્ધ દર્દીને PM રૂમ પાસે મૂકી દીધા હતા. જો કે, સમગ્ર મામલો સામે આવતાં સિવિલ હોસ્પિટલ RMO દ્વારા તપાસ કરતાં ડોક્ટર દ્વારા મહિલાને સ્ટેચરમાં મૂકી લઈ જતાં CCTV માં જોવા પણ મળ્યા હતા. આ મામલે RMO દ્વારા સિવિલ અધિક્ષકને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. અધિક્ષક દ્વારા સમગ્ર રિપોર્ટ ડીનને સોંપી દેવામાં આવ્યો છે. આગામી કાર્યવાહી ડીન દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો – Surat : નવી સિવિલ હોસ્પિટલમાં હવે મળશે આ સુવિધા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલે કર્યું ઉદઘાટન

Gujarat First નાં અહેવાલ બાદ તપાસ સમિતિની રચના

સિવિલ હોસ્પિટલમાં તબીબ દ્વારા આ અમાનવીય ઘટનાનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની હવે ધારદાર અસર જોવા મળી છે. સિવિલ હોસ્પિટલ (Civil Hospital) તંત્રે આ સમગ્ર મુદ્દે તપાસ માટે એક સમિતિની રચના પણ કરી છે. આ તપાસ સમિતિનો રિપોર્ટ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડીનને સોંપશે. સિવિલ હોસ્પિટલનાં PRO સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી આ માહિતી મેળવી હતી.

આ પણ વાંચો – Gandhinagar : ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધને લઈ સરકારનો મોટો નિર્ણય

Whatsapp share
facebook twitter