+

Rajkot : ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, અખાદ્ય પદાર્થનો જથ્થો પકડાતા યુનિટ સીલ કરાયું

રાજકોટમાં (Rajkot) RMCના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. શહેરમાં જાણીતા એવા પટેલ મહિલા ગૃહ ઉધોગ યુનિટને સીલ કરાયું છે. ગત મંગળવારે કોઠારિયા વિસ્તારમાં આવેલા પટેલ મહિલા ગૃહ ઉધોગમાંથી અખાદ્ય…

રાજકોટમાં (Rajkot) RMCના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. શહેરમાં જાણીતા એવા પટેલ મહિલા ગૃહ ઉધોગ યુનિટને સીલ કરાયું છે. ગત મંગળવારે કોઠારિયા વિસ્તારમાં આવેલા પટેલ મહિલા ગૃહ ઉધોગમાંથી અખાદ્ય પદાર્થ જથ્થો પકડાયો હતો. માહિતી મુજબ, યુનિટ પરથી 20 હજાર કિલો કાચા પપૈયાનો જથ્થો પણ મળી આવ્યો હતો. RMC એ નવો આદેશ ના થાય ત્યાં સુધી યુનિટ સીલ કર્યું છે.

20 હજાર કિલો કાચા પપૈયાનો જથ્થો પણ જપ્ત

રાજકોટમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ અને ઉદ્યમીઓ સામે RMCના ફુડ વિભાગે લાલ આંખ કરી છે. આ કાર્યવાહી હેઠળ ગત મંગળવારે કોઠારિયા વિસ્તારમાં આવેલા પટેલ મહિલા ગૃહ ઉધોગના (Patel Mahila gruh udyog) એક યુનિટ પર આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું અને ટુટી ફૂટી (tutti frutti) અને જેલીના (jelly) કેટલાક સેમ્પલ લઈ લેબમાં તપાસ માટે મોકલ્યા હતા. સાથે આરોગ્ય વિભાગની ટીમે યુનિટ પરથી 20 હજાર કિલો કાચા પપૈયાનો જથ્થો પણ જપ્ત કર્યો હતો.

RMC એ નવો આદેશ ના થાય ત્યાં સુધી યુનિટ સીલ

જો કે, RMCના ફુડ વિભાગે (food department) પટેલ મહિલા ગૃહ ઉધોગના કોઠારિયા વિસ્તારમાં આવેલા યુનિટને સીલ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે RMC એ નવો આદેશ ના થાય ત્યાં સુધી યુનિટ સીલ રાખવાનો પણ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કેટલાક નફાખોર અને વધુ પૈસા કમાવવાની લાલચે વેપારીઓ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી તેનું વેચાણ કરતા હોય છે, જેના કારણે નાગરિકોના સ્વાસ્થ્યને ગંભીર અસર થઈ હોય છે. ત્યારે રાજકોટના (Rajkot) આરોગ્ય વિભાગે આવા વેપારીઓ અને ઉદ્યમીઓ સામે કડક કાર્યવાહી કરવા ઝૂંબેશ હાથ ધરી છે.

 

આ પણ વાંચો – Ragging in College : અપશબ્દો બોલતા, જુનિયર્સને 8 દિવસ ના નાહવાની સજા ફટકારતા!

આ પણ વાંચો – VADODARA : પાણીપુરીના વિક્રેતાઓ પર પાલિકાની ટીમનું ચેકીંગ

આ પણ વાંચો – Ahmedabad : વાહનચાલકો માટે કામચલાઉ છાંયડો, પોલીસકર્મીઓ માટે કરાઈ આ વ્યવસ્થા

Whatsapp share
facebook twitter