+

Rajkot: અગ્નિકાંડમાં પાંચ મૃતકોના DNA થયા મેચ

Rajkot : રાજકોટમાં કાલે કાળજું કંપાવતી ઘટના બની હતી. ગેમઝોનમાં લાગેલી આગમાં 32 લોકો જીવતા ભરથું થયા છે. નોંધનીય છે કે, આ મૃતદેહની ઓળખ કરવી ઘણી જ મુશ્કેલી આવી રહીં…

Rajkot : રાજકોટમાં કાલે કાળજું કંપાવતી ઘટના બની હતી. ગેમઝોનમાં લાગેલી આગમાં 32 લોકો જીવતા ભરથું થયા છે. નોંધનીય છે કે, આ મૃતદેહની ઓળખ કરવી ઘણી જ મુશ્કેલી આવી રહીં છે. કારણે કે, લોકોએ એ રીતે આગમાં દાઝ્યા છે કે, તેમને કોઈ પણ રીતે ઓળખી શકાય તેમ નથી. શરીરમાં થોડી પણ ચામડી રહીં નથી. બધું જ બળીને ખાક થઈ ગયું છે. જેથી આ મૃતકોની આળખ કરવા માટે DNA ટેસ્ટ  કરવામાં આવી રહ્યા છે  જેમાં  પાંચ લોકના DNA  મેચ થયા છે

5 મૃતદહોના DNA મેચ થયા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં 5 મૃતદહોના DNA મેચ થયા છે. પ્રદીપસિંહ ચૌહાણના સ્વજનોના DNA મેચ થયા છે. રાજભા ચૌહાણ, વિરેન્દ્રસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજાના DNA મેચ થયા તેમજ ગુડ્ડુબા જાડેજા, ઓમદેવસિંહ ગોહિલના પણ DNA મેચ થયા છે.

25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે

સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે 25 DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. હવે 48 કલાક બાદ રિપોર્ટ આવશે. બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી. જૂનાગઢથી સ્વજનો આવી રહ્યા છે અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી નથી આવ્યા. AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે.

સેમ્પલ નબળા હશે તો રિસેમ્પલિંગ કરાશે: FSL ડિરેક્ટર

FSL ડિરેક્ટરે કહ્યું કે, DNA ટેસ્ટમાં સામાન્ય રીતે 2 કલાકથી 48 કલાક સુધીનો સમય લાગે છે પરંતુ, આવા કેસમાં જો સેમ્પલ નબળા હશે તો અમારે રિસેમ્પલિંગ કરવું પડશે.

દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત 3 લોકોની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરુ

રાજકોટ TRP ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનામાં 3 લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ગિરિરાજ હોસ્પિટલમાં આપવમાં આવી રહી છે. સારવાર તમામ 3 દર્દીની તબિયત સ્ટેબલ હોવાનો તબીબોનો દાવો છે. ધ્રુવિલભાઈ, મનીષભાઈ અને જીજ્ઞાબા જાડેજા સારવાર હેઠળ છે.

આ પણ  વાંચો  – છેલ્લા 3 વર્ષથી વેલ્ડીંગનું કામ કર્મચારીઓ પાસેથી કરાવવામાં આવતું હતું : સાગર બગડા

આ પણ  વાંચો  – TRP GameZone Tragedy : મળો 18 વર્ષના બહાદુર યુવકને, જેણે 6 ભૂલકાંઓને ભૂંજાતા બચાવ્યા

આ પણ  વાંચો  – Rajkot CP ની અગ્નિકાંડના તથ્યો છુપાવવા, આરોપીઓને બચાવવા જહેમત

Whatsapp share
facebook twitter