- જસદણની વિરનગરની આંખની હોસ્પિટલનાં દર્દીને થયું ઇન્ફેક્શન
- શિવાનંદ મિશન હોસ્પિટલમાં સારવાર લીધેલા દર્દીને અસર
- 10 જેટલા દર્દીઓને ઈન્ફેકશન થતાં અંધાપાની અસર
- આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં તપાસ કરી ઓપરેશન વિભાગ સિલ કર્યો
રાજકોટ (Rajkot) જિલ્લાનાં જસદણ તાલુકનાં વિરનગર ખાતે આવેલ શિવાનંદ આંખ હોસ્પિટલમાં (Shivanand Eye Hospital) 30 જેટલા દર્દીઓની આંખનાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે પેકી 10 જેટલા દર્દીઓને ઇન્ફેક્શન થતાં અંધાપાની અસર થતાં હડકંપ મચી જવા પામ્યો છે. દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો – Gir Somnath : કરોડોની સરકારી જમીન પરનાં 9 મોટા, 3 નાના ધાર્મિક અને 45 ખાનગી દબાણ દૂર કરાયાં
10 જેટલા દર્દીઓને ઈન્ફેકશન થતાં અંધાપાની અસર
શિવાનંદ આંખની હોસ્પિટલ (Shivanand Eye Hospital) વર્ષ 1956 થી કાર્યરત છે. સેવાકીય ભાવનાથી ચાલતી આ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારના ચાર્જ લેવામાં આવતો નથી. જો કે, આ હોસ્પિટલમાં 23 સપ્ટેમ્બરનાં રોજ 30 જેટલા દર્દીઓની આંખનાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દર્દીઓ પૈકી 10 જેટલા દર્દીઓને ઈન્ફેકશન થતાં આંખના પડદા પર અસર થતાં અંધાપો આવી જતાં સરવાર અર્થે રાજકોટની (Rajkot) ખાનગી હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. માહિતી મુજબ, 9 દર્દીઓની તબિયત નાજુક છે. જ્યારે એક દર્દી પીતાંબર પરમારની તબિયત વધુ ગંભીર હોવાથી તેમને પ્રથમ રાજકોટ અને ત્યારબાદ અમદાવાદની (Ahmedabad) ખાનગી હોસ્પિટલ ખાતે ખસાડવામાં આવ્યા છે.
* જસદણની વિરનગરની આંખની હોસ્પિટલનાં દર્દીને થયું ઇન્ફેક્શન
* શિવાનંદ મિશન હોસ્પિટલમાં સારવાર લીધેલા દર્દીને અસર
* 10 જેટલા દર્દીઓને ઈન્ફેકશન થતાં અંધાપાની અસર
* ઇન્ફેક્શન થયેલા દર્દીને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
* આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં તપાસ કરી ઓપરેશન વિભાગ સિલ કર્યો…— Gujarat First (@GujaratFirst) September 28, 2024
આ પણ વાંચો – Rain in Gujarat : છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ, સૌથી વધુ આ જિલ્લામાં 7 ઇંચ ખાબક્યો
હોસ્પિટલનું ઓપરેશન વિભાગ સીલ કરાયું
શિવાનંદ મિશન આંખની હોસ્પિટલનાં ડોક્ટર સી.એલ. વર્માએ વાતચીતમાં જણાવ્યું હતું કે, વાતાવરણમાં વાઇરસની અસર હોવાના કારણે આ દર્દીઓને ઈન્ફેશન (Eye Infection) થયું હોવાની શક્યતાઓ છે. અમારી હોસ્પિટલનાં ડોક્ટરની ટીમ અને રાજકોટ આરોગ્યની ટીમ તપાસ કરી રહી છે. બીજી તરફ દર્દીઓનાં જણાવ્યા મુજબ, મોતિયાનાં ઓપરેશન (Cataract Operation) બાદ શરૂઆતનાં ત્રણ દિવસ તકલીફ પડી હતી અત્યારે પણ જાંખુ દેખાય છે. આ ઘટના બાદ હોસ્પિટલનાં ઓપરેશન વિભાગને ગાંધીનગરથી (Gandhinagar) આવેલ આરોગ્યની ટીમે સીલ કર્યું છે અને સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ ઓપરેશન વિભાગ શરૂ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાંથી સેમ્પલો લઇ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો – Gondal: નકલી અધિકારીઓ અને ઓફિસરો બાદ હવે ‘યુવરાજ’ પણ નકલી! રાજેન્દ્રસિંહ જાડેજાએ કર્યો ખુલાસો