+

Rajasthan : કોંગ્રેસની વિદાય નક્કી,ભ્રષ્ટાચારને લઇને કરૌલીમાં ગરજ્યા PM MODi

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને રાજસ્થાનમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બારાંમાં ચૂંટણીસભા સંબોધ્યા બાદ પીએમ મોદી કરૌલીમાં જનસભા સંબોધી હતી. જેમાં ભ્રષ્ટાચારને લઇને કોંગ્રેસ સરકાર પર નિશાનો સાધ્યો…

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઇને રાજસ્થાનમાં પીએમ મોદી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. બારાંમાં ચૂંટણીસભા સંબોધ્યા બાદ પીએમ મોદી કરૌલીમાં જનસભા સંબોધી હતી. જેમાં ભ્રષ્ટાચારને લઇને કોંગ્રેસ સરકાર પર નિશાનો સાધ્યો હતો.

 

ભ્રષ્ટાચારને લઇને કોંગ્રેસ પર વરસ્યા

રાજસ્થાનના કરૌલીની ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાનો સાધ્યો. તેમણે કહ્યું કે કરૌલી અને ધોલપુર જાદુગરને સ્પષ્ટ સંદેશ આપી રહ્યા છે. 3 ડિસેમ્બરે જાદુગર છૂમંતર અને કોંગ્રેસ પણ છૂમંતર થઇ જશે. તેમણે કહ્યું કે આજે કરૌલી અને રાજસ્થાનના લોકોને કોંગ્રેસના પંજાથી ચેતવવા આવ્યો છું. વધુમાં જણાવ્યું કે ખુદ કોંગ્રેસના એક વડાપ્રધાને જાહેરમાં કબૂલ્યું હતું કે દિલ્હીમાંથી એક રૂપિયો નીકળે તો ગામડે પહોંચતા સુધીમાં 15 પૈસા થઈ જાય છે. તેમણે આ વાત ત્યારે કહી હતી જ્યારે પંચાયતથી સંસદ સુધી માત્ર કોંગ્રેસનું જ શાસન હતું .એનો મતલબ એ કે 85 પૈસા ગાયબ થઇ જાય છે.

 

કોંગ્રેસની વિદાય નક્કી- પીએમ મોદી

પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના આ પંજાથી રાજસ્થાનની જનતા પરેશાન છે. તેથી જનતાએ પણ કોંગ્રેસને કમબેક ન થવા દેવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસની વિદાય નિશ્ચિત છે, આપણા કોંગ્રેસના જાદુગર હવે થોડા દિવસો માટે મુખ્યમંત્રીની ખુરશી પર છે.

 

આ  પણ  વાંચો –બેંગકોકથી જ્યુસ બોક્સમાં છૂપાવીને લવાતો હતો 2.5 કરોડનું સોનું, એરપોર્ટ પર કરાઈ ધરપકડ

 

 

Whatsapp share
facebook twitter