Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ તો માત્ર ટૂંકો વિરામ હતો! આગામી પાંચ દિવસ ફરી Gujarat ને ધમરોળવા તૈયાર છે મેઘરાજા, હવામાન વિભાગની આગાહી

05:01 PM Sep 01, 2024 |
  1. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડામાં ભારે વરસાદની શક્યતા
  2. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ
  3. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા
  4. સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતના કેટલાક જિલ્લામાં અપાયું યલ્લો એલર્ટ

Gujarat: ગુજરાતમાં થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ વરસાદ સાવ બંધ થયો નથી. કારણ કે, આગામી સમય પણ વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા અત્યારે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત (Gujarat) રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધીવરસાદી માહોલ રહેવાનો છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા રાજ્ય (Gujarat)માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: માધવપુરા સટ્ટાકાંડમાં Red Corner Notice થકી ડીલક્ષ પકડાયો, દુબઈમાં છે હજુ અન્ય આરોપીઓ

આગામી પાંચ દિવસ સુધીવરસાદી માહોલ રહેશે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આજે અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયા બાદ વરસાદે વિરામ લીધો હતો, પરંતુ અત્યારે ફરી વરસાદ ગુજરાતને ધમરોળવા માટે તૈયાર છે.

3 સપ્ટેમ્બરે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, 2 સપ્ટેમ્બરે ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમન નગર હવેલી, ડાંગ, ભાવનગર, આણંદ,વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 સપ્ટેમ્બરની આગાહીની વાત કરવામાં આવે તો, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચમાં ઓરેન્જ એલર્ટ છે. ત્યારે 3 સપ્ટેમ્બરે રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો: બળાત્કારીઓને છેલ્લા શ્વાસ સુધી સજા અપાવવા અમે પ્રતિબદ્ધ : હર્ષ સંઘવી

5 સપ્ટેમ્બરે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આ સાથે 4 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગરમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ 5 સપ્ટેમ્બરે પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરલામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat માં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી…

પાછલા 24 કલાકમાં સામાન્ય વરસાદ નોંધાયો

ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરવામાં આવે તો, સરેરાશ 601 મિમિ કરતા 46 ટકા વધુ એટલે કે 880 મિમિ વરસાદ નોંધાયો છે. ગુજરાત રીજીયનમાં 780 મિમિ કરતા 19 ટકા એટલેકે 947 મિમિ વરસાદ નોંધાયો છે. આ સાથે સાથે સૌરાષ્ટ્રમાં 452 મિમિ કરતા 86 ટકા વધુ એટલેકે 841 મિમિ વરસાદ થયો છે. આગાહીની વાત કરવામાં આવે તો, સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.