Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Nepal માં વરસાદ અને ભૂસ્ખલનને કારણે 217 ના મોત, 28 હજુ પણ લાપતા, રસ્તાઓ અને મકાનો પાણીમાં ડૂબ્યા

12:46 PM Oct 01, 2024 |
  1. નેપાળમાં ભૂસ્ખલન અને વરસાદી આફત
  2. અત્યારસુધીમાં 217 ના મોત અને 28 લાપતા
  3. પૂર અને ભૂસ્ખલનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત

મંગળવારે નેપાળ (Nepal)માં વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધીને 217 થઈ ગયો છે. 28 લોકો હજુ પણ ગુમ છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. ગયા શુક્રવારથી અવિરત વરસાદને કારણે વિવિધ સ્થળોએ પૂર અને ભૂસ્ખલન થયું, જેણે હિમાલયના રાષ્ટ્રમાં વિનાશ વેર્યો.

3 દિવસ સુધી સતત વરસાદ પડ્યો હતો…

જોકે, રવિવારથી કાઠમંડુમાં હવામાનમાં સુધારો થયો છે, જેના કારણે આપત્તિગ્રસ્ત લોકોને થોડી રાહત મળી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીએ કહ્યું કે મંગળવારે સવાર સુધી કાઠમંડુ અને નેપાળ (Nepal)ના વિવિધ ભાગોમાં ત્રણ દિવસથી સતત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 217 પર પહોંચી ગયો છે અને 143 લોકો ઘાયલ થયા છે. 28 લોકો ગુમ છે.

જીવન ખોરવાઈ ગયું…

દેશના ઘણા ભાગોમાં પૂર અને ભૂસ્ખલનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘણા હાઈવે અને રસ્તાઓ ખોરવાઈ ગયા છે, સેંકડો મકાનો અને પુલ તૂટી પડ્યા છે અથવા ધોવાઈ ગયા છે. સેંકડો પરિવારો વિસ્થાપિત થયા છે. રોડ બ્લોક થવાને કારણે હજારો મુસાફરો વિવિધ સ્થળોએ અટવાયા છે.

આ પણ વાંચો : China : શાંઘાઈમાં એક વ્યક્તિએ ચાકુ વડે ત્રણ લોકોની કરી હત્યા, 15 લોકો થયા ઘાયલ

કાઠમંડુમાં 50 લોકોએ જીવ ગુમાવ્યા…

ગુરુવારથી શનિવાર સુધી અવિરત વરસાદે નેપાળ (Nepal)માં તબાહી મચાવી છે. કાઠમંડુ ખીણમાં સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં મૃત્યુઆંક 50 ને વટાવી ગયો છે. બચાવ કાર્યમાં નેપાળ (Nepal) આર્મી, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ (Nepal) પોલીસ સહિત 20,000 થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Israel Entered Lebanon : ઇઝરાયેલે ઘરમાં ઘુસીને મારવાનું શરુ કર્યું…

આ વધુ વરસાદનું કારણ છે…

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આબોહવા પરિવર્તનને કારણે સમગ્ર એશિયામાં વરસાદની માત્રા અને સમયમાં ફેરફાર થઈ રહ્યા છે. પૂરની અસરમાં વધારો થવાનું મુખ્ય કારણ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફાર છે, ખાસ કરીને પૂરના મેદાનોમાં બિનઆયોજિત બાંધકામ. જેના કારણે પાણીના નિકાલ માટે પુરતી જગ્યા બચી નથી.

આ પણ વાંચો : કોરોના બાદ આ ખતરનાક વાયરસે મચાવ્યો કહેર, અત્યાર સુધીમાં 8 લોકોના મોત…