Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rain in Gujarat : 24 કલાકમાં 72 તાલુકામાં મેઘરાજાની બેટિંગ, જાણો હવામાન વિભાગની આગાહી

10:13 AM Jun 10, 2024 | Vipul Sen

Rain in Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં 24 કલાકમાં અંદાજે 72 તાલુકામાં વરસાદ પડ્યો હતો. માહિતી મુજબ, તાપીના (Tapi) ડોલવણમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે વાલોડમાં સાડા 3 ઈંચ, ધરમપુર અને બાબરામાં 3 ઈંચ, લાઠીમાં પોણા 3 ઈંચ, કપરાડામાં 2.5 ઈંચ, ક્વાંટમાં 2 ઈંચ, તિલકવાડા, નેત્રંગ, વ્યારા, નાંદોદમાં (nandod) દોઢ ઈંચ અને ખેરગામ, જાંબુઘોડા, શિનોરમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય 50 તાલુકામાં પણ અડધા ઈંચ સુધી વરસાદ થયો હતો.

રાજ્યમાં ગઈકાલે દિવસભર વિવિધ જિલ્લાઓ અને તાલુકામાં વરસાદ (Rain in Gujarat) પડ્યો હતો. વરસાદ થતાં વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી, જેથી લોકોએ આકરી ગરમીથી રાહત અનુભવી હતી. માત્ર 24 કલાકમાં રાજ્યનાં 72 તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. માહિતી મુજબ, તાપીનાં ડોલવણમાં 4 ઈંચ વરસાદ, અમરેલી (Amreli) જિલ્લાનાં બાબરા તાલુકામાં 3 ઈંચ અને લાઠીમાં પોણા 3 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરતનાં (Surat) ઉમરપાડા, નવસારીના વાંસદામાં પણ પોણા 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. છોટાઉદેપુર જિલ્લાનાં ક્વાંટમાં 2 ઈંચ પડ્યો હતો.

ઉપરાંત, નર્મદા જિલ્લાનાં (Narmada) તિલકવાડા અને નાંદોદ, ભરૂચ જિલ્લાનાં નેત્રંગ અને તાપી જિલ્લાનાં વ્યારામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લાનાં ખેરગામ, પંચમહાલના જાંબુઘોડા અને વડોદરાના શિનોર તાલુકામાં 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો. આ સાથે રાજ્યનાં અન્ય 50 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 10 થી 15 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત સહિત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે.

 

આ પણ વાંચો – Gujarat Weather Rain : રાજ્યના 13 જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

આ પણ વાંચો – Rainfall: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઠેર ઠેર શરૂ થયો વરસાદ

આ પણ વાંચો – Gujarat: આ તારીખથી રાજ્યમાં શરૂ થશે ચોમાસું, હવામાન નિષ્ણાંતે કરી મોટી આગાહી