Rain in Gujarat : રાજ્યમાં આજે પણ મેઘરાજાએ ઠેર ઠેર તોફાની બેટિંગ કરી છે. મોટાભાગનાં જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થતાં વરસાદી પાણી ભરાયા છે. કચ્છ (Kutch), સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી છે. દરમિયા,ન હવામાન વિભાગે (Meteorological Department) મોટી આગાહી કરી છે. આગામી 3 કલાક માટે બનાસકાંઠા (Banaskantha), પાટણ સહિત ઉત્તર ગુજરાત, કચ્છ અને અમદાવાદમાં (Ahmedbad) ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓ માટે આગામી 3 કલાક ભારે!
રાજ્યમાં 24 જુલાઈ સુધીમાં કચ્છમાં (Kutch) 75 ટકા, સૌરાષ્ટ્રમાં (Saurashtra) 71 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, મધ્ય ગુજરાતમાં 26 ટકા અને ઉત્તર ગુજરાતમાં 25 ટકા સુધી વરસાદ નોંધાયો છે. ત્યારે હવે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે બનાસકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાત (North Gujarat), કચ્છ અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને કામ વગર બહાર ન જવા અને સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવા અપીલ કરી છે. વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો આણંદના બોરસદમાં (Borsad) અનરાધાર સાડા 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નર્મદાનાં તિલકવાડામાં 8 ઈંચ વરસાદ થયો છે. વડોદરાનાં (Vadodara) પાદરા અને શહેરમાં પણ અનરાધાર 8 ઈંચ સુધી વરસાદ પડ્યો છે.
Gujarat Monsoon Update : 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી । Gujarat First @GujaratFirst #Gujarat #Rainfall #Weather #Forecast #Windy #HeavyRain #GujaratFirst #Monsoon #monsoon2024 #GujaratRain pic.twitter.com/UkxkY6YePD
— Gujarat First (@GujaratFirst) July 24, 2024
કયાં કેટલો વરસાદ ખાબક્યો ?
ઉપરાંત, ભરૂચમાં (Bharuch) સવારથી અનરાધાર સાડા 7 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે છોટાઉદેપુરનાં (Chhotaudepur) નસવાડીમાં પણ સાડા 6 ઈંચ વરસાદ, ભરૂચનાં હાંસોટમાં 6 ઈંચ, વડોદરાનાં સિનોર અને નાંદોદમાં 5-5 ઈંચ, અંકલેશ્વરમાં 5 ઈંચ, જામનગરનાં જોડિયામાં 4 ઈંચ, વડોદરાના ડભોઈ અને સુરતનાં (Surat) પલાસાણામાં 4 ઈંચ વરસાદ થયો છે. જ્યારે ભરૂચનાં વાગરામાં સવારથી સાડા ત્રણ ઈંચ, આણંદનાં તારાપુરમાં 2 કલાકમાં 3 ઈંચ, વાલિયા, માંગરોળમાં પણ સાડા 3 ઈંચ, નર્મદાનાં ગરુડેશ્વર, સુરતનાં મહુવામાં 3-3 ઈંચ, બગસરા, નેત્રંગ, ઉંમરપાડામાં અઢી-અઢી ઈંચ વરસાદ થયો છે. આ સિવાય પાદરા, ડેડિયાપાડા (Dediapada), આંકલાવમાં 2-2 ઈંચ, લાખણી, ધોરાજી, રાણાવાવમાં (Ranawav) પણ 2-2 ઈંચ વરસાદ થયો છે. રાજ્યનાં 60 થી વધુ તાલુકામાં સરેરાશ 2 ઈંચ વરસાદ અત્યાર સુધી નોંધાયો છે. જ્યારે રાજ્યનાં 100 તાલુકામાં સરેરાશ 1 ઈંચ વરસાદ (Rain in Gujarat) થયો છે.
આ પણ વાંચો – VADODARA : ભારે વરસાદને લઇ આવતી કાલે શાળાઓમાં રજા, SDRF ની ટીમો સ્ટેન્ડબાય
આ પણ વાંચો – SURAT : બલેશ્વર ગામની ખાડીની આસપાસ રહેતા સંપર્ક વિહોણા બનેલા 60 લોકોનું રેસ્ક્યુ કરાયું
આ પણ વાંચો – IMD : આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં ઘમરોળશે મેઘરાજા…