+

UAE બાદ OMAN અને પાકિસ્તાનમાં ‘વરસાદી આફત’, 82 લોકોના મોત

RAIN : વરસાદ અને પૂરથી માત્ર સંયુક્ત અરબ (UAE) માં જ નહીં પરંતુ ઓમાન (OMAN) થી લઈને પાકિસ્તાન (PAKISTAN) સુધી તબાહી સર્જાઈ છે.ત્રણ દેશોમાં મુશળધાર વરસાદ (RAIN)અને ભીષણ પૂરના કારણે…

RAIN : વરસાદ અને પૂરથી માત્ર સંયુક્ત અરબ (UAE) માં જ નહીં પરંતુ ઓમાન (OMAN) થી લઈને પાકિસ્તાન (PAKISTAN) સુધી તબાહી સર્જાઈ છે.ત્રણ દેશોમાં મુશળધાર વરસાદ (RAIN)અને ભીષણ પૂરના કારણે 82 લોકોના મોત થયા છે.જ્યારે પાકિસ્તાનમાં 63,ઓમાનમાં 18 અને દુબઈમાં 1 વ્યક્તિનું મોત થયું છે.ઓમાનમાં અચાનક ભારે વરસાદના કારણે આવેલા પૂરને કારણે 18 લોકોના મોત થયા છે.જ્યારે 2 લોકો ગુમ છે. તેમની શોધખોળ ચાલુ છે. ઓમાનમાં મંગળવારે જાહેર કરાયેલા મૃત્યુઆંકમાં ઓછામાં ઓછા નવ શાળાના બાળકો અને તેમના ડ્રાઇવરનો સમાવેશ થાય છે.

 

એરપોર્ટ અને મુખ્ય માર્ગો પર  પાણી  ભરાયા

ઓમાન (OMAN) સરકારે કેટલાકવિસ્તારોમાં ખરાબ હવામાનના કારણે જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં વહીવટી કર્મચારીઓને એક દિવસની રજા આપી હતી. રહેવાસીઓને પણ સુરક્ષાસ્થળ પર જવા માટે વિનંતી કરવામાં આવી હતી સરકારી મીડિયા અનુસાર,ઓમાનનો ઉત્તરીય પવિસ્તાર એશ-શર્કિયાહ પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે.પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે અહીં પોલીસ અને સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. એરપોર્ટ અને મુખ્ય ધોરીમાર્ગોના ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા.

પાકિસ્તાનમાં પૂર અને વરસાદને કારણે અત્યાર સુધીમાં 63 લોકોના મોત

પાકિસ્તાનમાં 4 દિવસથી સતત વરસાદ અને ખરાબ હવામાનના કારણે ઓછામાં ઓછા 63 લોકોએ જીવ ગુમાવ્યા છે.વીજળી પડવાથી અને ભારે વરસાદને કારણે 14 લોકોના મોત થયા છે. ત્યારે મોટાભાગના મૃત્યુ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમમાં સ્થિત ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં થયા છે. મકાન ધરાશાયી થવાથી 15 બાળકો અને પાંચ મહિલાઓ સહિત 32 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે ઉત્તર પશ્ચિમમાં 1370 ઘરોને નુકસાન થયું છે. પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં વીજળી પડવાની અને મકાન ધરાશાયી થવાની ઘટનાઓમાં 21 લોકોના મોત થયા છે.

 

જ્યારે બલૂચિસ્તાનમાં 10 લોકોના મોતના સમાચાર છે. ઓથોરિટીએ અચાનક પૂર બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. બલૂચિસ્તાનમાં બુધવારે પણ બચાવ અને રાહત કામગીરી ચાલુ છે, તેમ છતાં વરસાદનો ખતરો હજુ પણ યથાવત્ છે. પાકિસ્તાન હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારી ઝહીર અહમદ બાબરે જણાવ્યું હતું કે, હવામાન પરિવર્તનના કારણે પાકિસ્તાનમાં એપ્રિલ મહિનામાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

આ પણ  વાંચો – ELON MUSK ને મોટો ફટકો, પાકિસ્તાને X પર મૂક્યો પ્રતિબંધ,જાણો કારણ

આ પણ  વાંચો ભારે વરસાદ બાદ દુબઈમાં કુદરતનો કહેર, રેગિસ્તાન બન્યું દરિયા સમાન, જુઓ Video

આ પણ  વાંચો – Afghanistan flood : ભારે વરસાદે અફઘાનિસ્તાનમાં તબાહી મચાવી, અચાનક પૂરના કારણે 33 લોકોના મોત…

Whatsapp share
facebook twitter