+

સંસદની સુરક્ષા પર રાહુલ ગાંધીનું પહેલું નિવેદન, શું કહ્યું સરકાર વિશે?

સરકારની અયોગ્ય યોજનાઓથી યુવા વર્ગમાં બેરોદગારીનું પ્રમાણ વધ્યું સંસદની સુરક્ષામાં ખામી પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે.તેમના કહ્યાં પ્રમાણે સંસદ પર થયેલ હુમલાનું મુખ્ય કારણ બેરોજગારી અને મોંઘવારી…

સરકારની અયોગ્ય યોજનાઓથી યુવા વર્ગમાં બેરોદગારીનું પ્રમાણ વધ્યું

સંસદની સુરક્ષામાં ખામી પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે.તેમના કહ્યાં પ્રમાણે સંસદ પર થયેલ હુમલાનું મુખ્ય કારણ બેરોજગારી અને મોંઘવારી છે. વધુમાં તેમણે કહ્યું કે…. સંસદની સુરક્ષામાં ખામી રહી છે, પરંતુ આવું કેમ થયું? સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે, જેના પર સમગ્ર દેશમાં અશાંતિ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને કારણે ભારતના યુવાનોને રોજગાર નથી મળી રહ્યો.
જો કે 13 ડિસેમ્બર સંસદ પર 2001ના આતંકવાદી હુમલાની વર્ષગાંઠના દિવસ પર સુરક્ષામાં મોટો ભંગ થયો હતો. લોકસભાની કાર્યવાહી દરમિયાન બપોરે લગભગ 1 વાગે બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહની અંદર ઘૂસી ગયા હતા. પરંતુ ત્યારે લોકસભાની કાર્યવિધિમાં હાજર સાંસદો દ્વારા એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.ત્યારે તાત્કાલિક ધોરણે બાકીના તમામ આરોપીઓને સુરક્ષાકર્મીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતાં.

વિપક્ષ સાંસદો દ્વારા સતત સંસદની સુરક્ષાને લઈને સવાલો કરવામાં આવી રહ્યાં

તે ઉપરાંત લોકસભામાં ઝંપલાવનાર બે લોકોની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ છે. ગૃહની બહાર રહેલા બે લોકોની ઓળખ હરિયાણાના જીંદ જિલ્લાના ગામ ઘાસો ખુર્દની રહેવાસી નીલમ અને લાતુરના રહેવાસી અમોલ શિંદે તરીકે થઈ છે.

આ સિવાય આ બધા પાછળનો માસ્ટર માઈન્ડ મનાતા લલિત ઝાની પણ પોલીસે ધરપકડ કરી છે. ત્યારે પાંચેય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે.
સંસદની સુરક્ષામાં ભંગના મુદ્દે વિરોધ પક્ષો સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે ગૃહમંત્રી અમિત શાહે ગૃહમાં જવાબ આપવો જોઈએ.સરકારનું કહેવું છે કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, તેથી આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.

આ પણ વાંચો: શું છે 16 ડિસેમ્બરની HISTORY ? જાણો આજનું જ્ઞાન પરબ અને ઈતિહાસ

Whatsapp share
facebook twitter