+

Qatar Airways એ લાગુ કર્યા કડક નિયમો, પેજર અને વોકી-ટોકી પર મુક્યો પ્રતિબંધ

ગાઝા યુદ્ધની અસર પશ્ચિમ એશિયાના અન્ય દેશો પર પડી લેબનોનમાં ટેક હુમલાના પરિણામે કતાર એરવેઝની નવી ગાઇડલાઇન કતાર એરવેઝે પેજર અને વોકી-ટોકી પર પ્રતિબંધ મૂક્યો Qatar Airways bans Pagers :…
  • ગાઝા યુદ્ધની અસર પશ્ચિમ એશિયાના અન્ય દેશો પર પડી
  • લેબનોનમાં ટેક હુમલાના પરિણામે કતાર એરવેઝની નવી ગાઇડલાઇન
  • કતાર એરવેઝે પેજર અને વોકી-ટોકી પર પ્રતિબંધ મૂક્યો

Qatar Airways bans Pagers : ગાઝામાં ચાલી રહેલા ઇઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas war) ની આગ પશ્ચિમ એશિયાના અન્ય દેશો સુધી પહોંચી રહી છે. હમાસનું સમર્થન કરતા લેબનોન સ્થિત હિઝબુલ્લાહ પર ઇઝરાયેલના ટેક હુમલાએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ઇઝરાયેલ હિઝબુલ્લાહના લડવૈયાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીને નિશાન બનાવી રહ્યું છે, જેમાં પેજર અને વોકી-ટોકી જેવા સામાન્ય ઉપકરણો પણ સામેલ છે. આ ટેક હુમલાને જોતા હવે કતાર એરવેઝે (Qatar Airways) એક મોટો નિર્ણય લીધો છે.

કતાર એરવેઝે પેજર અને વોકી ટોકી પર પ્રતિબંધ મૂક્યો

આ હુમલાની સીધી અસર કતાર એરવેઝ પર પડી છે. કતાર એરવેઝે (Qatar Airways) લેબનોનની રાજધાની બેરૂતના રફીક હરીરી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડતી તમામ ફ્લાઇટ્સ પર પેજર અને વોકી-ટોકી લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ માત્ર મુસાફરો પર જ નહીં, પરંતુ સામાન અને કાર્ગો પર પણ લાગુ પડે છે. એરલાઇને X પર આ અસરની માહિતી શેર કરતી વખતે સ્પષ્ટ કર્યું છે કે, આ પ્રતિબંધ લેબનોનના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયની સૂચનાઓને અનુસરીને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, વોકી-ટોકી અને પેજર પરના હુમલાના પરિણામે લેબનોનમાં વિનાશક પરિણામો જોવા મળ્યા છે. મીડિયાના અહેવાલ મુજબ, તાજેતરના હુમલામાં ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા અને 450થી વધુ ઘાયલ થયા છે. આ પહેલા થયેલા પેજર હુમલામાં 12 લોકોના મોત થયા હતા અને 2800થી વધુ લોકો ઘાયલ થયા હતા.

સમગ્ર વિશ્વ પર અસર

ગાઝા યુદ્ધ અને તેની આસપાસના વિસ્તારોમાં થઈ રહેલી હિંસા સમગ્ર વિશ્વ પર અસર કરી રહી છે. નાના ઉપકરણો જેવા કે પેજર અને વોકી-ટોકી પર પ્રતિબંધ જેવા પગલાં દર્શાવે છે કે આ સંઘર્ષ કેટલો વિશાળ અને જટિલ બની ગયો છે. આ ઘટનામાં અત્યાર સુધી 30 થી વધુ લોકોના મોત અને લગભગ 4000 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે. દરમિયાન, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેમણે હિઝબુલ્લાહ આતંકવાદીઓ પર લક્ષ્યાંકિત હુમલા શરૂ કર્યા છે. આ હુમલો ઉત્તરી ઇઝરાયેલમાં ફસાયેલા લોકોને તેમના ઘરે પાછા ફરવામાં મદદ કરી શકે છે. ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી યોઆવ ગેલન્ટે જાહેરાત કરી છે કે આ યુદ્ધના નવા તબક્કાની શરૂઆત છે, હવે અમારું ધ્યાન મુખ્યત્વે ઉત્તરીય ક્ષેત્ર પર છે.

આ પણ વાંચો:  Pager Blast in Lebanon : ઈઝરાયેલે યુદ્ધના નવા તબક્કાની કરી શરૂઆત, હિઝબુલ્લાને સ્પષ્ટ સંકેત

Whatsapp share
facebook twitter