+

VADODARA : “કેશડોલ નહીં પહોંચી તો…ગરબા રમવા તૈયાર રહેજો”, કર્મશીલની ચિમકી

VADODARA : વડોદરા (VADODARA) ના અનેક વિસ્તારોમાં પૂર પીડિતો સુધી હજી સુધી કેશડોલ નહી પહોંચી શકી હોવાની બુમો ઉઠી રહી છે. ભાજપના ધારાસભ્ય તથા કોર્પોરેટરનો ઘેરાવો કરીને નાગરિકો તેમની સમસ્યા…

VADODARA : વડોદરા (VADODARA) ના અનેક વિસ્તારોમાં પૂર પીડિતો સુધી હજી સુધી કેશડોલ નહી પહોંચી શકી હોવાની બુમો ઉઠી રહી છે. ભાજપના ધારાસભ્ય તથા કોર્પોરેટરનો ઘેરાવો કરીને નાગરિકો તેમની સમસ્યા તેમને જણાવી રહ્યા છે. ત્યારે આજે લોકોનો અવાજ બનીને સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ સામે આવ્યા છે. તેમણે વીડિયો જારી કરીને સત્તાધીશોને સ્પષ્ટ ચિમકી આપી છે કે, તમામને 2 ઓક્ટોબર પહેલા તમામને કેશડોલ પહોંચી જવી જોઇએ. આ તમને વોર્નિંગ સમજી લો, કે હકીકત સમજી લો, નહી તો ગરબે રમવા તૈયાર રહેશો.

સ્પષ્ટ શબ્દોમાં ચિમકી ઉચ્ચારી

વડોદરામાં માનવસર્જિત પૂરમાં મોટું નુકશાન પહોંચવા પામ્યું છે. આ નુકશાનની ભરપાઇ કરવા માટે સરકાર દ્વારા સરવે કરીને કેશડોલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ કેટલાક વિસ્તારોને સરવેમાંથી બાદ રાખવામાં આવ્યો હોવાની બુમો ઉઠી છે. જેને લઇને ગતરોજ લોકોએ કોર્પોરેટર અને ધારાસભ્યને ઘેરી વળીને સમસ્યા વર્ણવી હતી. હવે આ મામલે લોકોનો અવાજ બનીને સામાજિક અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડ સામે આવ્યા છે. અને સ્પષ્ટ શબ્દોમાં ચિમકી ઉચ્ચારી છે.

હું ગાડું ચલાવું છું તેવી માનસિકતા

વડોદરાના સામાજિક અગ્રણી અને કર્મશીલ મહેન્દ્રસિંહ રાઠોડે કહ્યું કે, વડોદરા શહેરની પીડિત જનતા માનવસર્જિત, શાસક પક્ષ સર્જિત 75 ટકા જનતા બની છે. તેના વતી વડોદરાના અવાજ તરીકે હું ભાજપમાં બેઠેલા તમામ સત્તાધીશોને વડોદરાવતી જણાવવા માંગું છું કે, પિતૃ શ્રાદ્ધ અમાસ પહેલા તમામ પીડિતોનું સર્વે થઇને કેશડોલ આપવામાં નહી આવે તો તમામ ભાજપના ઉચ્ચ હોદ્દેદારો, જે ગાડા નીચે કુતરૂ ચાલે અને તે માને કે હું ગાડું ચલાવું છું તેવી માનસિકતા ધરાવે છે, મોદીજીના નામ પર જે લોકોએ પોતાના પથ્થર તરાવ્યા છે, હેતુફેરો કરાવ્યા છે, તે તમામને વોર્નિંગ અને સમયયમર્યા આપું છું. 2 ઓક્ટોબર પહેલા સર્વે થઈને કેશડોલ પહોંચી જવી જોઇએ. જો નહીં પહોંચે તો તમારે આ નવરાત્ર તમારી માટે શુભ, વડોદરાની જનતા તમને ગરબા રમાડવાની છે.

આ તમને વોર્નિંગ સમજી લો

મારે ચૂંટણી લડવાની નથી. મારે વડોદરાનો અવાજ કહેવાનો છે. ખાસ કરીને ગાડા નીચે ચાલતા કુતરાઓ સમજી જજો. ગાડુ તમે ખેંચતા નથી. એટલે તમામને 2 ઓક્ટોબર પહેલા તમામને કેશડોલ પહોંચી જવી જોઇએ. આ તમને વોર્નિંગ સમજી લો, કે હકીકત સમજી લો, નહી તો ગરબે રમવા તૈયાર રહેશો.

આ પણ વાંચો — VADODARA : કોંગી આગેવાનોને DCP એ ધક્કે ચઢાવતા સામ-સામે આવ્યા

Whatsapp share
facebook twitter