+

પુતિને મિસાઇલ હુમલાની ધમકી આપી હતી , BBCની ડોક્યુમેન્ટ્રીમાં બોરિસ જ્હોન્સનનો ઘટસ્ફોટ

યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને દાવો કર્યો છે કે રશિયા યુક્રેન પર આક્રમણ કરે તે પહેલાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 'અસાધારણ ફોન કૉલ'માં તેમને મિસાઈલ હુમલાની ધમકી આપી હતી. આ વાતચીતનું વિવરણ બીબીસીની એક ડોક્યુમેન્ટ્રી 'પુતિન વર્સીસ વેસ્ટ'માં સામે આવ્યું છે. ડોક્યુમેન્ટ્રીમાં વિશ્વના નેતાઓ સાથે પુતિનની વાતચીતનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.બીબીસી ડોક્યુમેન્àª
યુકેના ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને દાવો કર્યો છે કે રશિયા યુક્રેન પર આક્રમણ કરે તે પહેલાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ‘અસાધારણ ફોન કૉલ’માં તેમને મિસાઈલ હુમલાની ધમકી આપી હતી. આ વાતચીતનું વિવરણ બીબીસીની એક ડોક્યુમેન્ટ્રી ‘પુતિન વર્સીસ વેસ્ટ’માં સામે આવ્યું છે. ડોક્યુમેન્ટ્રીમાં વિશ્વના નેતાઓ સાથે પુતિનની વાતચીતનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
બીબીસી ડોક્યુમેન્ટ્રી અનુસાર બોરિસ જોન્સને કહ્યું કે ફેબ્રુઆરી 2022માં એક લાંબા ફોન કૉલ દરમિયાન જ્યારે તેમણે પુતિનને ચેતવ્યા કે આ યુદ્ધ સંપૂર્ણપણે તબાહી લાવશે ત્યારે પુતિન તરફથી આ ધમકી આપવામાં આવી હતી. 
પુતિને કહ્યું હતું બોરિસ હું તમને દુઃખ પહોંચાડવા નથી માંગતો પણ…
ડોક્યુમેન્ટ્રી અનુસાર જ્હોન્સને કહ્યું કે તેમણે ( પુતિને)  મને એક તબક્કે ધમકી આપી હતી અને તેમણે કહ્યું કે  બોરિસ હું તમને દુઃખ પહોંચાડવા નથી માંગતો, પરંતુ  (રશિયાને) મિસાઇલ ફેંકતા ફક્ત એક મિનિટ લાગશે. બોરિસે કહ્યું કે પરંતુ મને લાગે છે કે તેઓ ખુબ આરામથી વાત કરી રહ્યા હતા, તેઓ માત્ર વાતચીત કરવાના મારા પ્રયાસો સાથે રમી રહ્યા હતા..જોન્સને કહ્યું કે મે પુતિનને ચેતવ્યા હતા કે યુક્રેન પર આક્રમણ કરવાથી પશ્ચિમી પ્રતિબંધ લાગશે અને રશિયાની સીમાઓ પર નાટોની સેનાની વધારે તૈનાતી થશે હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter