+

પંજાબમાં CM પદનો વિવાદ: ચન્ની-સિદ્ધુ વચ્ચે CM બનવાની રેસ

પંજાબ કોંગ્રેસમાં CMના ચહેરાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ચરણજીત ચન્ની અને પંજાબ કોંગ્રેસના ચીફ નવજોતસિંહ સિદ્ધુને અઢી-અઢી વર્ષ માટે CMનો ચહેરો બનાવામાં આવી શકે છે પરંતું સરકાર બન્યા બાદ પહેલા CM કોણ બનશે, એનો નિર્ણય ચૂંટાઈને આવેલા પાર્ટીના MLA કરશે.પંજાબમાં રવિવારે કોંગ્રેસ  CMના ચહેરાની જાહેરાત કરશે એ માટે રાહુલ ગાંધી લુધિયાણા આવશે. તેઓ લુધિયાણાથી વર્ચ્યુઅલ રેલી કરીને બપોરે 2 વાગે CM
પંજાબ કોંગ્રેસમાં CMના ચહેરાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ચરણજીત ચન્ની અને પંજાબ કોંગ્રેસના ચીફ નવજોતસિંહ સિદ્ધુને અઢી-અઢી વર્ષ માટે CMનો ચહેરો બનાવામાં આવી શકે છે પરંતું સરકાર બન્યા બાદ પહેલા CM કોણ બનશે, એનો નિર્ણય ચૂંટાઈને આવેલા પાર્ટીના MLA કરશે.
પંજાબમાં રવિવારે કોંગ્રેસ  CMના ચહેરાની જાહેરાત કરશે એ માટે રાહુલ ગાંધી લુધિયાણા આવશે. તેઓ લુધિયાણાથી વર્ચ્યુઅલ રેલી કરીને બપોરે 2 વાગે CMની જાહેરાત કરશે. રાહુલની વર્ચ્યુઅલ રેલીને પંજાબની 117 વિધાનસભા સીટ પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
ચરણજીત ચન્ની કેમ જરૂરી?
જો ચરણજિત ચન્નીને CMનો ચહેરો નહી બનાવે તો કોંગ્રેસને સીધા 32% અનુસૂચિત જાતિના વોટ બેન્કનું નુકસાન થશે. કોંગ્રેસ ચન્નીને સાથ નહી આપે તો દલિતો વચ્ચે ખોટો સંદેશ જશે. જેનાથી લાગશે કે કોંગ્રેસે ચન્નીને માત્ર વોટ બેન્ક ભેગી કરવા માટે કામચલાઉ CM બનાવ્યા હતા. પંજાબમાં પહેલાં સાડા 4 વર્ષની સરકાર ચલાવનારા અમરિંદરસિંહ ભાજપ સાથે જોડાવાની વાત કરી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસ હાલ ચન્નીના 111 દિવસનાં કામકાજ પર જ વોટ માગી રહી છે.  જો ચન્નીનો જ ચહેરો નહીં હોય તો કોંગ્રેસ કયા આધારે વોટ માગશે?
નવજોતસિંહ સિદ્ધુ મોટો ચહેરો
પંજાબમાં નવજોત સિદ્ધુ કોંગ્રેસ માટે મોટો ચહેરો છે. સિદ્ધુ પર ગેમ રમીને જ કોંગ્રેસે કેપ્ટન અમરિંદર સિંહ પાસેથી CMની ખુરશી છીનવી લીધી. સિદ્ધુના કહેવા પર જ ઘણી સીટો પર ટિકિટો ફાળવવામાં આવી. નવજોત સિદ્ધુને નજરઅંદાજ કરીને પંજાબમાં સીધા 19% જાટશીખ બેન્કનું નુકસાન થશે. પંજાબમાં કોંગ્રેસ માત્ર અનુસૂચિત જાતિના મુદ્દા પર જ ચૂંટણી લડી રહ્યા છે એવો સંદેશ આપવા નથી માગતી  એનાથી 69 સીટોવાળા સૌથી મોટા માલવા ક્ષેત્રમાં કોંગ્રેસને મોટું નુકસાન થશે.
કોંગ્રેસને ડર છે કે જો સિદ્ધુ CMનો ચહેરો ન બન્યા તો તેઓ અચાનક કોઈ એવું પગલું ભરી શકે છે, જેનાથી ચૂંટણીમાં કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી થઈ શકે. સિદ્ધુ પહેલાં પણ DGP અને એડવોકેટ જનરલ ન બદલવાના મુદ્દા પર રાજીનામું આપીને સૌને ચોંકાવી ચૂક્યા છે. હવે પાર્ટી સેફ ગેમ રમી શકે છે. જો કે બંનેમાંથીં કોના પર પહેલી પસંદગી ઉતારે છે તેના પર પંજાબવાસીઓની નજર છે.
Whatsapp share
facebook twitter