+

Punjab માં અંગત અદાવતમાં AAP નેતાની છાતીને ગોળીઓથી વિંધી નાખી

Mandeep Singh Brar ને ગોળી મારવાનો મામલો સામે આવ્યો શિરોમણી Akali Dal ના નેતા વરદેવ સિંહે ફાયરિંગ કર્યું ગ્રામ પંચાયતો માટે 15 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે Punjab AAP Leader Mandeep Singh…
  • Mandeep Singh Brar ને ગોળી મારવાનો મામલો સામે આવ્યો
  • શિરોમણી Akali Dal ના નેતા વરદેવ સિંહે ફાયરિંગ કર્યું
  • ગ્રામ પંચાયતો માટે 15 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે

Punjab AAP Leader Mandeep Singh Brar : Punjab માં પંચાયત ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર Mandeep Singh Brar ને ગોળી મારવાનો મામલો સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જગદીપ કંબોજે શિરોમણી Akali Dal ના નેતા પર ગોળીબારનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે AAP નેતા Mandeep Singh Brar નો શિરોમણી Akali Dal ના કાર્યકર્તાઓ સાથે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. આ બાબતે બોલાચાલી વચ્ચે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. AAP નેતાની છાતીમાં વાગી હતી.

Mandeep Singh Brar ને ગોળી મારવાનો મામલો સામે આવ્યો

Punjab પોલીસે જણાવ્યું છે કે શનિવારે ફાઝિલકાના જલાલાબાદમાં બ્લોક ડેવલપમેન્ટ અને પંચાયત ઓફિસરની બહાર AAP નેતા Mandeep Singh Brar અને કેટલાક Akali Dal ના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી દલીલ બાદ આ ઘટના બની હતી. આ ઘટનામાં AAP ના ઉમેદવાર Mandeep Singh Brar ને છાતીમાં ગોળી વાગી હતી. Mandeep Singh Brar મહંમદ વાલા ગામમાંથી સરપંચ પદના ઉમેદવાર છે.

આ પણ વાંચો: બિહારની નદી બચાવો, બચાવોની ચિસોથી ગુંજી ઉઠી, 7 બાળકો ડૂબ્યા

શિરોમણી Akali Dalના નેતા વરદેવ સિંહે ફાયરિંગ કર્યું

ઘટના બાદ AAPના ઉમેદવાર Mandeep Singh Brar ને જલાલાબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર બાદ તેને લુધિયાણા રિફર કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તે જ સમયે, જલાલાબાદથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જગદીપ કંબોજે સમગ્ર મામલાને લઈને શિરોમણી Akali Dalના નેતા પર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે શિરોમણી Akali Dal ના નેતા વરદેવ સિંહ નોની માનને Mandeep Singh Brar પર ફાયરિંગ કર્યું હતું.

ગ્રામ પંચાયતો માટે 15 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે

AAP ધારાસભ્યએ જણાવ્યું કે હાલ Mandeep Singh Brar ની હાલત સ્થિર છે. ડોકટરો દ્વારા તેની સારવાર કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે Punjab માં 13,000 થી વધુ ગ્રામ પંચાયતો માટે 15 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે. ચૂંટણી કાર્યક્રમ અનુસાર, ઉમેદવારી પત્રોની ચકાસણી 5 ઓક્ટોબરે છે અને નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર છે.

આ પણ વાંચો: Mohan Bhagwat: હિન્દુ સમાજના લોકો એકજૂટ થાય…’ RSS પ્રમુખ ભાગવતનું મોટું નિવેદન

Whatsapp share
facebook twitter