+

Protest Against Parshottam Rupala: ક્ષત્રિય સમાજના આગેવાનોએ જાહેરનામાનો ભંગ કરી પુતળા સળગાવ્યા

Protest Against Parshottam Rupala: ગુજરાત રાજ્ય (Gujarat) માં એક તરફ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી…

Protest Against Parshottam Rupala: ગુજરાત રાજ્ય (Gujarat) માં એક તરફ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ રાજકારણ ગરમાયું છે. તો બીજી તરફ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા (Parshottam rupala) ના એક નિવેદનને કારણે સામાજિક ક્ષેત્રે સમાજ અને રાજકારણ સામસામે આવી ગયું છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam rupala) એ એક કાર્યક્રમમાં ભારતના મહારાજો પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

  • સુરેન્દ્રનગરમાં પુરુષોત્તમ રૂપાલાના પુતળા સળગાવાયા
  • ક્ષત્રિય સામાજના આગેવાનોએ જાહેરનામાંનો કર્યો ભંગ
  • કુલ 10 આરોપીની પોલીસે કરી ધરપકડ

જે પૈકી કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam rupala) ના નિવેદન બાદ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના લોકો અને આગેવાનોએ કેન્દ્રીય મંત્રી (Parshottam rupala) અને સરકારની કડી નિંદા કરી છે. તે ઉપરાંત ક્ષત્રિય સમાજના લોકોએ કેન્દ્રીય મંત્રી (Parshottam rupala) વિરુદ્ધ વિવિધ માધ્યમો દ્વારા અરજી દાખલ કરી હતી. જોકે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam rupala) એ તેમના નિવેદન માટે વીડિયો મારફતે ક્ષત્રિય સમાજની માફી માંગી હતી.

Protest Against Parshottam Rupala

કાયદાની દ્રષ્ટિએ આ જાહેરનામાંનું ભંગ ગણવામાં આવે

તેમ છતાં કેન્દ્રીય મંત્રી (Parshottam rupala) વિરુદ્ધ ગુજરાતના ખૂણે-ખૂણે વિરોધ પ્રદર્શન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગર (Surendranagar) માં કેન્દ્રીય મંત્રી (Parshottam rupala) ના પુતળાઓ બનાવી સળગાવવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરમાં આવેલા હાઉસિંગ રોડ પર કેન્દ્રીય મંત્રી (Parshottam rupala) ના જાહેરમાં પુતળાને આગ લગાડવામાં આવી હતી. જોકે કાયદાની દ્રષ્ટિએ આ જાહેરનામાંનું ભંગ ગણવામાં આવે છે.

Protest Against Parshottam Rupala

આ મામલે કુલ 10 આરોપીઓની ધરપકડ કરી

ત્યારે આ મામલે સુરેન્દ્રનગર (Surendranagar) ની B Division Police દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી હતી. સુરેન્દ્રનગર (Surendranagar) ની B Division Police એ આ મામલે કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે આ મામલે પોલીસ અને સરકાર પર ક્ષત્રિય સમાજના લોકો દ્વારા રોષ પ્રગટ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Mahisagar Lake: વિકસિત ગુજરાતમાં છેલ્લા 20 વર્ષીથી આસપુર ગામનું તળાવ માત્ર માટીનું મેદાન

આ પણ વાંચો: Gondal : રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક

આ પણ વાંચો: Ahmedabad : નારોલ ગામના તળાવમાં હજારો માછલીના મોત

Whatsapp share
facebook twitter