Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Kshatriya Samaj માં વિવાદ વધુ વકર્યો..શું કહ્યું પદ્મિનીબાએ..?

12:40 PM Sep 25, 2024 |
  • રાજકોટમાં ક્ષત્રિય સમાચારને લઇને મહત્વના સમાચાર
  • ક્ષત્રિય સમાજમાં વિવાદ વકર્યો
  • અમદાવાદમાં તાજેતરમાં મળેલા સંમેલન બાદ વિવાદ વકર્યો
  • આગામી 22 ડિસેમ્બરે સમાંતર સંમેલન યોજવાની તૈયારીઓ
  • બીજો મંચ કરવાની જરૂર શું હતી?: પદ્મિનીબા
  • અમારા સંમેલનમાં અમારા માટે બધા આવકાર્ય છે: પદ્મિનીબા

Kshatriya Samaj : રાજકોટમાં ક્ષત્રિય સમાજને (Kshatriya Samaj) લઇને મહત્વના સમાચાર મળી રહ્યા છે. ક્ષત્રિય સમાજ માં વિવાદ ઠરવાને બદલે હવે દિવસેને દિવસે વકરી રહ્યો છે અને આગામી 22 ડિસેમ્બરે સમાંતર સંમેલન યોજવાની તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. અમદાવાદમાં તાજેતરમાં મળેલા સંમેલનને લઇને હવે વિવાદનો વંટોળ વધી રહ્યો છે.

વિવાદનો વંટોળ સતત વધી રહ્યો છે

અમદાવાદમાં તાજેતરમાં મળેલા સંમેલનને લઈને વિવાદનો વંટોળ સતત વધી રહ્યો છે.. હવે કરણી સેનાની વિવિધ પાંખો, સમાજના આગેવાનો અને રાજકીય આગેવાનો સાથે રાખી સંમેલન યોજવામાં આવશે. અન્ય રાજ્યમાંથી પણ ક્ષત્રિય સમાજના આગેવાનો સંમેલનમાં હાજરી આપે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.

આ પણ વાંચો–Rajput Samaj : 20મીએ અસ્મિતા મહાસંમેલન, રાજપૂત ક્ષત્રિય સમાજનાં પ્રમુખની જવાબદારી કોને ? નામ આવ્યું સામે!

અગાઉ પણ એક મંચ તો હતો જ તો બીજો મંચ કરવાની જરૂર શું હતી?

અમદાવાદમાં મળેલા સંમેલન પર પદ્મિનીબાએ આકરા પ્રહાર કર્યા છે. પદ્મિનીબાએ કહ્યું કે મંચ અલગ અલગ બનાવવાથી સમાજનું કલ્યાણ નહીં થાય. તેમણે કહ્યું કે અગાઉ પણ એક મંચ તો હતો જ તો બીજો મંચ કરવાની જરૂર શું હતી?:

આંદોલન સમયે આ બધા ક્યાં હતા?

પદ્મિનીબાએ એમ પણ કહ્યું કે રાજવી પરિવારને અમે બિરદાવીએ છીએ. આંદોલન સમયે 224 રજવાડામાંથી એક કે બે જ હાજર હતા. તેમણે સવાલ કર્યો કે આંદોલન સમયે આ બધા ક્યાં હતા? અમારા સંમેલનમાં અમારા માટે બધા આવકાર્ય છે તેમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો—Ahmedabad: Bhavnagar નાં રાજવીને સોંપાઈ Kshatriya શક્તિ અસ્મિતા મંચનાં પ્રમુખની જવાબદારી