+

Prabhas આવશે સિંઘમની મદદ કરવા માટે, રોહિત શેટ્ટીએ આપ્યો સંકેત

Singham Again આ હીરો વિના અધૂરી છે એક્શન જેક્શનમાં Prabhas કેમિયો તરીકે જોવા મળ્યા હતાં કામ અધૂરું હોવાને કારણે મેકર્સે તેની રિલીઝ ડેટ લંબાવી Prabhas And Singham Again : અજય…
  • Singham Again આ હીરો વિના અધૂરી છે

  • એક્શન જેક્શનમાં Prabhas કેમિયો તરીકે જોવા મળ્યા હતાં

  • કામ અધૂરું હોવાને કારણે મેકર્સે તેની રિલીઝ ડેટ લંબાવી

Prabhas And Singham Again : અજય દેવગણની ફિલ્મ Singham Again લાંબા સમયગાળાની મોફૂક રહેલી છે. ત્યારે આ ફિલ્મને લઈ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. તો અજય દેવગણની ફિલ્મ Singham Again માં અન્ય દિગ્ગજ કલાકારો પણ જોવા મળશે. તેમાં ખાસ કરીને રણવીર સિંહ, ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર જેવા કલાકારો સામેલ છે. તો હવે એ પણ ખબર સામે આવી છે, Rohit Shetty એ Singham Again માં એક દિગ્ગજ પેન ઈન્ડિય સ્ટારને કાસ્ટ કરી રહ્યા છે.

Singham Again આ હીરો વિના અધૂરી છે

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નિર્દેશક Rohit Shetty એ પોતાના સત્તાવાર Instagram Account પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં સ્કોર્પિયો કાર સ્ટંટ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતા Rohit Shetty એ Kalki 2898 AD ના ગાયનનો ઉપયોગ કર્યો હતો. તો નિર્દેશક Rohit Shetty એ પોસ્ટના કેપ્શનમાં જણાવ્યું હતું કે, Singham Again આ હીરો વિના અધૂરી છે. આ દિવાળી પર સ્કોર્પિયો કાર આવશે, ધૂમશે પણ તેમાંથી એક ખાસ વ્યક્તિની એન્ટ્રી જોવા મળશે. ત્યારે Rohit Shetty અને Singham Again માં પેન ઈન્ડિયા સ્ટાર Prabhas જોવા મળી શકે છે. તેવી અફવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: પાકિસ્તાનની એ યુવતી જે પહેલા બની NUN, પછી B-Grade Film માં…

એક્શન જેક્શનમાં Prabhas કેમિયો તરીકે જોવા મળ્યા હતાં

 

View this post on Instagram

 

A post shared by Rohit Shetty (@itsrohitshetty)

જોકે Singham Again ના નિર્માતાઓ દ્વારા આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ જો અફવા સત્ય સાબિત થશે, તો દિવાળી પર સિનેમાઘરોમાં પણ ફટાકડા ફૂટતા જોવા મળશે. કારણ કે… એક બાજુ અજય દેવગણ અને બીજી બાજુ બાહુબલી Prabhas એક્શન કરશે, તેના કારણે દરેક લોકો પોતાની સિટ પર ચોક્કસ ઉભા થઈને પાગલ થઈ જશે. તે ઉપરાંત તેમની સાથે બોલીવૂડના પણ અન્ય કલાકારો જોડાશે. જોકે આ પહેલા અજય દેવગણની ફિલ્મ એક્શન જેક્શનમાં Prabhas કેમિયો તરીકે જોવા મળ્યા હતાં. આ ફિલ્મના નિર્દેશક તરીકે પ્રભુદેવા હતાં.

કામ અધૂરું હોવાને કારણે મેકર્સે તેની રિલીઝ ડેટ લંબાવી

તો Singham Again અગાઉ 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. પરંતુ કામ અધૂરું હોવાને કારણે મેકર્સે તેની રિલીઝ ડેટ લંબાવી છે. હવે આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ થશે. થોડા દિવસો પહેલા, ફરીથી તેના સ્થગિત થવાના અહેવાલો આવ્યા હતાં. પરંતુ નિર્માતાઓએ તે અહેવાલોને નકારી કાઢ્યા હતાં અને કહ્યું હતું કે ફિલ્મ દિવાળી પર જ રિલીઝ થશે.

આ પણ વાંચો: Emergency ની રિલીઝ મામલે હજું પણ સસ્પેન્સ, બોમ્બે હાઇકોર્ટે શું કહ્યું…?

Whatsapp share
facebook twitter