+

પોરબંદર: માધવનગરીમાં સહેલાણીઓનો સાગર છલકાયો

પોરબંદર તાલુકાના માધવપુર ઘેડમાં આજે સહેલાણીઓના સાગર છલકાયો છે. આજે ભાઈબીજના પ્રવિત્ર તહેવારે સ્નાન કરવાનું અનેરૂ મહત્વ છે. માધવપુરના દરિયા કિનારે જાણે મેળો ભરાયો હોય તેટલી જનમેદની ઉમટી છે. ત્યારે…

પોરબંદર તાલુકાના માધવપુર ઘેડમાં આજે સહેલાણીઓના સાગર છલકાયો છે. આજે ભાઈબીજના પ્રવિત્ર તહેવારે સ્નાન કરવાનું અનેરૂ મહત્વ છે. માધવપુરના દરિયા કિનારે જાણે મેળો ભરાયો હોય તેટલી જનમેદની ઉમટી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાણી રૂક્ષ્મણીના વિવાહ સ્થળે એવા માધવનગરી આજે ભાઈબીજના દિવસે મીની-મથુરા બની ગયું છે.આજના પવિત્ર ભાઈ બીજના દિવસે યમુનાજી માધવપુરાના દરિયામાં બિરજતા હોવાની માન્યતાને આજે પણ લોકોએ જીવંત રાખી પરંપરા જાળવી રાખી હજારો ભાવિકોએ માધવપુરના દરિયામાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.

માધવપુરના દરિયામાં સ્નાન કરવાનું પૌરાણિય મહત્વ

દર વર્ષે ભાઇ બીજના દિવસે માધવપુરના દરીયામાં સ્નાનનું પૌરાણિક મહત્વ છે. પોરબંદર-સોમનાથ હાઈવે પર પોરબંદર જિલ્લાનું આ ગામ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ છે અહીં ભગવાનના વિવાહ થયા હતા. પૌરાણિક કથા એવી છે કે સૂર્યનારાયણ અને દેવી રાંદલના બે સંતાનો યમુના મહારાણી અને યમરાજા યમુના મહારાણી ઠાકોરજી સાથે વરી ચૂક્યા બાદ તેમને ભાઇ યમરાજાની ખુબ યાદ આવે છે આથી એક દિવસ તેમણે ઠાકોરજીની રજા લઇ યમરાજાને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. કારતક સુદબીજના દિવસે યમરાજા બહેનને ત્યાં ભોજન કરવા પધાર્યા હતા. ભાવપૂર્વક ભોજન લીધા બાદ યમરાજાએ બહેનને વરદાન માંગવા કહ્યું હતું.

યમરાજાએ પ્રસન્ન થઇ તેમની બધી ઈચ્છાઓ પુરી કરી હતી

યમુનાજીએ પોતાના માટે કંઇ પણ માગ્યું નહીં પરંતું ભક્તજનો માટે માગ્યું કે જેઓ યમુનાજીમાં સ્નાન કરશે તેમને ભાઇ યમરાજાનું તેડુ નહીં આવે. આ દિવસે નર્કમાં પડેલા જીવોએ પણ મુક્ત કરવામાં આવશે. તેમજ દર વર્ષે ભાઇ બીજના દિવસે યમરાજા મારા ઘરે જમવા પધારે આથી યમરાજાએ પ્રસન્ન થઇ તેમની બધી ઈચ્છાઓ પુરી કરી હતી. તેવી લોક માન્યતા છે કે જેઓ ભાઈબીજે ગોકુલ-મથુરા સુધી યમુના સ્નાનમાં પહોંચી ન શકે તેઓ માધવપુરના દરીયામાં સ્નાન કરે તો પણ તેટલું જ પુણ્ય કમાય છે જેટલું યમુના સ્નાન કરવાથી થાય છે. તેવું કહેવાય છે. લોકો આ પરંપરા આજે પણ જાળવી રાખી છે.

સમુદ્રના પાણી બ્રહ્મમુહૂર્તમાં થઈ જાય છે મીઠા!

એક તરફ માધવપુરનો અફાટમ સમૃદ્વ, ભગવાન શ્રીકૃષ્ણ- રુકમણી માતાનું પૌરાણિક મંદિર, ઓશો કેન્દ્રની હરિયાળીથી સભર શાંત જગ્યા અનુભૂતિ મેળવવા માટે માધવપુરની મુલાકાત ચોક્કસ લેવી પડે એમ છે.વર્ષોથી એક લોકવાયકા એવી છે કે ભાઈબીજના દિવસે વહેલી સવારે બ્રાહ્મ મુહુર્ત ૪ વાગ્યાથી ૫ વાગ્યા સમયગાળા સુધીમાં સમુદ્રમાં યમુનાજી પધારે છે. અને એ સમયે સાગરના ખારા જળ મીઠાં બની જાય છે.આ માન્યતાના કારણે અહી વર્ષોથી યમુના સ્નાન અને યમુના પાન માટે હાજારો લોકો માધવપુર આવે છે જે લોકો કોઈ કારણવશાત મથુરા જઈ શકતા નથી. એ બધા માધવપુરમાં આવે છે. અને કૃષ્ણ(માધવ)નગરી માધવપુરમાં સ્નાન લાભ લઈ ધન્યતા અનુભવે છે.

આ પણ વાંચો – સુરતમાં અસામાજિક તત્વોનો આતંક,સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Whatsapp share
facebook twitter