Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PORBANDAR : પોરબંદરથી ATS ની ટીમે પાકિસ્તાની જાસૂસને પકડ્યો, ISI ને મોકલતો હતો ભારતની સંવેદનશીલ જાણકારી

03:41 PM May 23, 2024 | Harsh Bhatt
  • ગુજરાત ATSનું વધુ એક સફળ ઓપરેશન
  • પોરબંદરથી પાકિસ્તાની જાસૂસ પકડ્યો
  • સંવેદનશીલ જાણકારી પાકિસ્તાન મોકલતો
  • પાકિસ્તાનની ISI સાથે સંપર્કમાં હતો જાસૂસ
  • ગુજરાત ATS કરી શકે છે વધુ ખુલાસો

ગુજરાતમાં હમણાના સમયમાં આતંકી ધમકીઓ ઘણી આવી રહી છે. આ સમય દરમિયાન ગુજરાત ATS સક્રિય થઈ ગયું છે. હાલમાં ગુજરાત ATS ની ટીમે વધુ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત ATS ની ટીમે પોરબંદરથી પાકિસ્તાની જાસૂસ પકડ્યો છે. મળતી માહિતી અનુસાર, આ પાકિસ્તાનની જાસૂસ ભારતને લગતી સંવેદનશીલ જાણકારી પાકિસ્તાન મોકલતો હતો. આ જાસૂસ પાકિસ્તાનની એજન્સી ISI સાથે પણ સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATS આ મામલે વધુ ખુલાસા કરી શકે તેવી શક્યતાઓ હાલ વર્તાઇ રહી છે.

પાકિસ્તાન મોકલતો હતો સંવેદનશીલ જાણકારી

ગુજરાત ATS ની ટીમે વધુ એક વખત અહી આતંકીઓના મનસૂબાને નાકામ કર્યા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ આતંકીઓની ધાક, ધમકી અને ધરપકડનો સિલસિલો ચાલી રહ્યો છે. તેના વચ્ચે એટીએસની ટીમે વધુ એક સફળતા મેળવી છે અને પાકિસ્તાનના જાસૂસને ઝડપ્યો છે. તે પાકિસ્તાનને આપણા દેશની ઘણી સંવેદનશીલ માહિતી આપતો હતો અને વધુમાં તે પાકિસ્તાનની સીક્રેટ એજન્સી ISI ના સંપર્કમા પણ હતો. તે જાસૂસ પાકિસ્તાનને આતંકી પ્રવુતિઓમાં મદદ કરવા અર્થે વધુ માહિતી આપે એ પહેલા ગુજરાતની ATS ની ટીમે તેની ધરપકડ કરી છે.

ગુજરાત ATS ના PI પિયુષ દેસાઈને બાતમી મળી હતી

મળતી માહિતી અનુસાર, આ જાસૂસ વિશેની બાતમી ગુજરાત ATS ના PI પિયુષ દેસાઇને મળી હતી. આ બાતમી મળતા ટીમે જતીન ચારણીયા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. આ જતીન ઉપર છેલ્લા કેટલાક સમયથી વોચામાં રાખવામાં આવ્યો હતો. જતીન પોતે પાકિસ્તાન ખાતે માછીમારીનું કામ કરતો હતો. આ જાસૂસે ઇન્ડીયન કોસ્ટ ગાર્ડના વાહનો અને જેટી અંગેની સંવેદનશીલ માહિતી મોકલી હતી. આ માહિતી તેને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ અને વોટ્સેપ દ્વારા મોકલી હતી. આ જાસૂસે ફોનમાં ચેટ પકડાઈ ન જાય તે માટે 24 કલાક બાદ ચેટ ક્લીઅર થઈ જાય તે પ્રકારે સેટિંગ રાખ્યું હતું. જતીન જાસૂસને આ માહિતી મોકલવા બદલ 6 હજાર રૂપિયા મળ્યા હતા. આ જાસૂસને અવંતિકા પ્રિન્સએ મોબાઇલ નંબર આપ્યો હતો. હની ટ્રેપ બાદ જતીન 4 મહિનાથી તેના સંપર્કમા હતો અને છેલ્લા 15 દિવસથી ATS દ્વારા તપાસ ચાલતી હતી.

પહેલા અમદાવાદ એરપોર્ટથી ઝડપાયા હતા ISIS ના આતંકી,  ATS ને મળી હતી બાતમી

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા IPL ની અગત્યની મેચ હતી તે પહેલા અમદાવાદના એરપોર્ટ ઉપરથી ISIS ના ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેના અંગે બાતમી 2 સપ્તાહ પહેલા ગુજરાત એટીએસને મળી ચૂકી હતી. એટીએસને માહિતી મળી હતી કે, આ આતંકીઓ ફ્લાઇટ અથવા ટ્રેન મારફતે અમદાવાદ આવશે.આ માહિતી મળ્યા બાદ એટીએસ દ્વારા અમદાવાદ આવતી તમામ ફ્લાઇટ અને ટ્રેનની તપાસ કરવામાં આવી હતી. અંતે આ આતંકીઓ ચેન્નાઈથી ફ્લાઇટમાં આવી રહ્યા છે તેની માહિતી એટીએસને મળી હતી. તેના બાદ અમદાવાદ એરપોર્ટ ખાતે ATS ટાર્ગેટ લોકેશનની રાહ જોઈ રહ્યાં હતા અને તેમના એરપોર્ટ ઉપર આવતાની સાથે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Rajkot AIIMS માં 107 વર્ષના ‘બા’ની સફળ સર્જરી, પરિવારમાં ખુશીનો માહોલ