Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાએ કાર્યકર્તાઓ બેકાબૂ, RLDના કાર્યકરોએ આતંક મચાવતા પોલીસ કર્યો લાઠીચાર્જ

08:02 PM Apr 25, 2023 | Vipul Pandya

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના
પરિણામોનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. હાલમાં ભારતીય જનતા પાર્ટી પૂર્ણ
બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. આ દરમિયાન અનેક જગ્યાએ પક્ષકારો વચ્ચે
જોરદાર લડાઈ ચાલી રહી છે. આવી સ્થિતિમાં અનેક જગ્યાએથી હંગામાના સમાચાર પણ આવી
રહ્યા છે. કાર્યકર્તાઓ પોતપોતાના ઉમેદવારોને સમર્થન આપતી વખતે બેકાબૂ થઈ રહ્યા છે.


હવે બાગપતથી RLD કાર્યકર્તાઓએ હંગામો મચાવ્યો હોવાની તસવીરો સામે આવી છે. બાગપતમાં
મતગણતરી સ્થળની બહાર હંગામો મચાવતા આરએલડી કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો
હતો. જે બાદ રોષે ભરાયેલા કાર્યકરો તરફથી પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આવી સ્થિતિમાં મતદાન મથકની બહાર અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. 
એસપી બાગપત નીરજ કુમારે પોતાના
નિવેદનમાં કહ્યું છે કે આરએલડી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાને
કારણે ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘાયલ પોલીસકર્મીઓની મેડિકલ તપાસ કરવામાં આવી
રહી છે. આ સિવાય તેમણે જણાવ્યું કે પોલીસના લાઠીચાર્જમાં ઘણા આરએલડી કાર્યકર્તાઓને
નાની-મોટી ઈજાઓ પણ થઈ છે. તેની સારવાર પણ કરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ એસપી બાગપત અને ડીએમ
બાગપતે હંગામો મચાવનારા કાર્યકરોને સમજાવ્યા બાદ ઘરે પરત મોકલી દીધા છે. બાગપતના
એસપી નીરજ કુમારે કહ્યું કે લાઠીચાર્જ અને પથ્થરમારાની વીડિયોગ્રાફી કરવામાં આવી
છે. જેના દ્વારા હંગામો મચાવનારા અરાજક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.