-
સામાન્ય માણસે ઈતિહસામાં સૌ પ્રથમવાર spacewalk કર્યું
-
Apollo મિશનના 50 વર્ષ બાદ આ પહેલું અંતરિક્ષયાન છે
-
Polaris Dawn Mission ની લોન્ચિંગ 3 વાર અસફળ રહી હતી
SpaceX Polaris Dawn Mission : SpaceX ના Polaris Dawn Mission એ ઈતિહાસ રચ્યો છે. પહેલીવાર પૃથ્વીથી 737 કિલોમીટર ઉપર અંતરિક્ષમાં એક સામાન્ય માણસે હલન-ચલન કર્યું છે. તો NASA ના Apollo મિશન પૂર્ણ થયા બાદ આ ઘટના પ્રથમવાર SpaceX ના Polaris Dawn Mission ને કારણે સફળ બની છે. તો Polaris Dawn Mission અંતર્ગત નવી આધુનિક તકનીકોના માધ્મયથી Mission Commander Isaacman એ સૌ પ્રથમવાર spacewalk કરી છે.
સામાન્ય માણસે ઈતિહસામાં સૌ પ્રથમવાર spacewalk કર્યું
Polaris Dawn Mission માં કુલ 4 લોકો અંતરિક્ષમાં Dragon Crew Capsule માં બેસીને ગયા હતાં. આ યાત્રીઓમાં કમાંડર Isaacman, પાયલોટ સ્કોટ કિડ પોટીટ, મિશન નિષ્ણાત સારાહ ગિલિસ અને અન્ના મેનન હતાં. તો જારેડ આઈસકમેને એક ઘનિક વ્યક્તિ છે. તે ઉપરાંત જારેડ આઈસકમેને આ મિશનમાં આર્થિક રીતે ફડિંગ પણ કર્યું છે. તો પોટીટ અમેરિકાની વાયુસેનામાં લેફ્ટિનેન્ટ કર્નલ તરીકે કામ કરેલું છે. તો ગિલિસ અને મેનન SpaceX ના કાર્યકારો છે. તો Isaacman અને સારાહ ગિલિસે એક સામાન્ય માણસ તરીકે ઈતિહસામાં સૌ પ્રથમવાર spacewalk કરી બતાવ્યું છે.
આ પણ વાંચો: NASA એ અંધકારમય અંતરિક્ષમાં રોશન થયેલા સ્વર્ગની તસવીર કરી રજૂ
Congrats to the SpaceX and Polaris teams! Great work meeting all objectives during a clean EVA operation this morning. https://t.co/uZUvFHwMGK
— Stu Keech (@skeech412) September 12, 2024
Apollo મિશનના 50 વર્ષ બાદ આ પહેલું અંતરિક્ષયાન છે
ત્યારે હાલમાં Dragon Capsule એ પૃથ્વીની સપાટીથી આશરે 737 કિલોમીટર દૂર અંતરિક્ષમાં ફરી રહ્યું છે. તો Apollo મિશનના 50 વર્ષ બાદ આ પહેલું અંતરિક્ષયાન છે, જે પૃથ્વીની સપાટીથી આટલી દૂર પરિવહન કરી રહ્યું છે. કારણ કે… Dragon Capsule એ 1400 કિલોમીટર સુધીની ઊંચાઈ હાંસલ કરી છે. જોકે પોટીટ, સારાહ ગિલિસ અને અન્ના મેનન પ્રથમ વખત અંતરિક્ષમાં ગયા છે. જ્યારે Isaacman વર્ષ 2021 માં સપ્ટેમ્બરમાં થયેલા મિશનમાં અંતરિક્ષમાં ગયા હતાં.
Emerging from Dragon for spacewalk pic.twitter.com/OfV8uB3ycd
— Elon Musk (@elonmusk) September 12, 2024
Polaris Dawn Mission ની લોન્ચિંગ 3 વાર અસફળ રહી હતી
Polaris Dawn Mission ની લોન્ચિંગ 26 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. પરંતુ પ્રી-ફ્લાઈટ ચેકઅપ દરમિયાન ઉડાનમાં ખામી આવવાને કારણે આ ઉડાન સ્થગિત રાખવામાં આવી હતી. ત્યારબાદ 27 ઓગસ્ટના રોજ Polaris Dawn Mission ની ઉડાનને હીલિયમને કારણે મોફૂક રાખવામાં આવી હતી. તો 28 ઓગસ્ટના રોજ વાતવરણમાં ખામી હોવાને કારણે ઉડાન પર રોક લગાવવામાં આવી હતીં. ત્યારબાદ 10 સપ્ટેમ્બરના રોજ Polaris Dawn Mission ને લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: આ સમુદ્રી જીવ ખાવાથી વૃદ્ધ થશે યુવાન અને યુવાન થશે બાળક, વાંચો લેખ