Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PMJAY And AIIMS: આયુષ્માન ભારત યોજના અંતર્ગત AIIMS 23,260 લોકોને મળ્યો નિઃશુલ્ક લાભ

11:36 PM Feb 14, 2024 | Aviraj Bagda

PMJAY And AIIMS: ભારતમાં આરોગ્ય ક્ષેત્રે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. તેના કારણે… આરોગ્ય ક્ષેત્રે ગરીબ લોકોને આરોગ્ય સહાય સરળતાથી મળી રહે છે.

  • 23,260 લોકોએ આ યોજનાનો લાભ લીધો
  • હોસ્પિટલમાં આયુષ્માન સુવિધા કેન્દ્રો ખોલવામાં આવ્યા
  • પાંચ પ્રકારની ખાસ સુવિધાઓ મફત મળી રહે
  • 5 લાખ રૂપિયાની સારવાર મફત

23,260 લોકોએ આ યોજનાનો લાભ લીધો

ત્યારે ભારત દેશમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ, નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (All India Institute Of Medical Science) માં ગંભીર રોગોની સંપૂર્ણ મફત સારવાર કરવામાં આવે છે. આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 23,260 લોકોએ આ યોજનાનો લાભ લીધો છે.

હોસ્પિટલમાં આયુષ્માન સુવિધા કેન્દ્રો ખોલવામાં આવ્યા

આ યોજના હેઠળ હૃદય સંબંધિત રોગો (Heart Disease) થી પીડાતા મોટાભાગના દર્દીઓને મફત સારવાર મળી છે. જ્યારે હિપ રિપ્લેસમેન્ટ (Hip Replacement) ના કેસ બીજા સ્થાને છે. હવે વધુ દર્દીઓને લાભ મળે તે માટે હોસ્પિટલમાં આયુષ્માન સુવિધા કેન્દ્રો પણ ખોલવામાં આવી રહ્યા છે.

પાંચ પ્રકારની ખાસ સુવિધાઓ મફત મળી રહે

AIIMS માં PMJAY સેન્ટરના પ્રોફેસર ઈન્ચાર્જ ડૉ. VK Bansal દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે, AIIMS માં આ યોજના હેઠળ 27 વિશેષતાઓમાં 1109 પેકેજ અને 1949 પદ્ધતિઓમાં સારવાર આપવામાં આવી રહી છે. તેમાં ખાસ કરીને Medical Oncology, Ophthalmology, General Medicine, Orthopedics and Neurosurgery પ્રકારની વિશેષતાઓનો સમાવેશ થાય છે.

5 લાખ રૂપિયાની સારવાર મફત

તમને જણાવી દઈએ કે AIIMS માં આ કેશલેસ સ્કીમ દ્વારા સારવાર કરાવવા માટે દર્દીને પોતાના ખિસ્સામાંથી કોઈ પૈસા ચૂકવવાના નથી. આયુષ્માન ભારત કાર્ડ દ્વારા 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફત છે. આ અંતર્ગત રેનલ ટ્રાન્સપ્લાન્ટ, ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, રિવાઇઝ્ડ ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ, જન્મજાત હૃદય રોગ અને ઓરલ અને મેક્સિલરી સ્પેશિયલ કેસની સર્જરી કરવામાં આવી રહી છે

આ પણ વાંચો: Kanpur Dehat Case: કાનપુરના દેહતનામાં થયેલા નરસંહારનો આખરે આવ્યો ન્યાય નિર્ણય