+

દાણીલીમડામાં મળી આવેલી લાશના પીએમ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો

અમદાવાદનાં દાણીલીમડા વિસ્તારમાં હાલમાં જ પતિએ પત્નીની હત્યા કરી હોવાની ધટના બની હતી, જે ધટનાનાં પડધા હજુ ભુલાયા નથી તેવામાં વધુ એક હત્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે..જેમાં ગત સપ્તાહે મળી આવેલા મૃતદેહનાં પીએમ રિપોર્ટમાં તેની બોથડ પદાર્થનાં ઘા મારીને હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું છે.10 ફેબ્રુઆરીનાં રોજ દાણીલીમડામાં કેલીકો મીલ નજીક જર્જરીત બિલ્ડીંગના મીલના પાયાનાં ખાડામાં
અમદાવાદનાં દાણીલીમડા વિસ્તારમાં હાલમાં જ પતિએ પત્નીની હત્યા કરી હોવાની ધટના બની હતી, જે ધટનાનાં પડધા હજુ ભુલાયા નથી તેવામાં વધુ એક હત્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે..જેમાં ગત સપ્તાહે મળી આવેલા મૃતદેહનાં પીએમ રિપોર્ટમાં તેની બોથડ પદાર્થનાં ઘા મારીને હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું છે.
10 ફેબ્રુઆરીનાં રોજ દાણીલીમડામાં કેલીકો મીલ નજીક જર્જરીત બિલ્ડીંગના મીલના પાયાનાં ખાડામાંથી 35 થી 45 વર્ષનાં એક અજાણ્યો પુરુષ મૃત હાલતમાં મળી આવ્યો હતો.જે યુવકનાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.મૃતકનાં પીએમ રિપોર્ટમાં મૃતકનાં માથાનાં જમણીબાજુનાં ભાગે તેમજ ગળાનાં ડાબી બાજુનાં પાંસળીઓ સહિતનાં ભાગમાં ગંભીર જીવલેણ ઈજાઓ થઈ હોવાનું ખુલ્યું હતું.
પોલીસે આ મામલે પીએમ કરનાર તબીબ સાથે ચર્ચા કરી અભિપ્રાય મેળવતા મૃતકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે શોક અને હેમરેજ થવાના કારણે મૃત્યું થયું હોવાનું જણાવ્યું હતું તેમજ મૃતકને માથાનાં ભાગે થયેલી ઈજા સખત, બોથડ અને ભારે પદાર્થથી થઈ હોવાનો તબીબે અભિપ્રાય આપતા આ મામલે દાણીલીમડા પોલીસે હત્યાની કલમ હેઠળ અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કર્યો છે.મહત્વનું છે કે મૃતકની પણ હજુ ઓળખ થઈ શકી ન હોવાથી પોલીસ તેની પણ તપાસમાં કામે લાગી છે.
Whatsapp share
facebook twitter