+

PM Modi in Gujarat : આજે ગુજરાતનો સ્થાપના દિવસ, PM મોદી રાજ્યના 2 દિવસીય પ્રવાસે, અહીં સંબોધશે વિજય વિશ્વાસ સભા

PM Modi in Gujarat : આજે 1 લી મેના રોજ ગુજરાતનો 64 સ્થાપના દિવસ (Gujarat foundation day) છે. 1 મે, 1960 માં બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા હતા,…

PM Modi in Gujarat : આજે 1 લી મેના રોજ ગુજરાતનો 64 સ્થાપના દિવસ (Gujarat foundation day) છે. 1 મે, 1960 માં બૃહદ મુંબઇ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા હતા, જેના પછી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. રવિશંકર મહારાજના (Ravi Shankar Maharaj) હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. આજે ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ છે. આજે ગુજરાતમાં ઠેર ઠરે સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પણ 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે.

આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. આ નિમિત્તે આજે રાજયમાં વિવિધ સ્થળે ઉજવણી કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ક્ષત્રિય સંકલન સમિતિ આજે નહેરુબ્રીજ ખાતે મહાગુજરાત આંદોલનના નેતા ઇન્દુચાચા યાજ્ઞિકને (Induchacha Yagnik) શ્રદ્ધાંજલિ પાઠવશે. બીજી તરફ 7 મેના રોજ રાજ્યમાં લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે મતદાન પણ થવાના છે. ત્યારે ચૂંટણી પ્રચારને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે (PM Modi in Gujarat) આવી રહ્યા છે. આ બે દિવસના પ્રવાસમાં કુલ 6 સ્થળે તેઓ સભાને સંબોધશે, જે થકી પીએમ મોદી કુલ 14 લોકસભા બેઠકને આવરી લેવાના છે. સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણીના મતવિસ્તારને પણ આવરી લેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના પ્રવાસમાં બનાસકાંઠા (Banaskantha), પાટણ, સાબરકાંઠા, મહેસાણા (Mehsana), આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ (Rajkot), ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર (Jamnagar) લોકસભા બેઠકને આવરી લેશે. સાથે જ વિજાપુર, ખંભાત, માણાવદર, પોરબંદરની વિધાનસભા બેઠકોને પણ આવરી લેશે.

અહીં જાણો PM મોદીના બે દિવસના કાર્યક્રમોની સંપૂર્ણ વિગત :

1 મેના રોજ PM મોદીના કાર્યક્રમો

> બપોરે- 02.30 કલાકે

ડીસા એરોડ્રામ પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
બનાસકાંઠા અને પાટણ લોકસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધશે

> સાંજે – 04.15 કલાકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગર પહોંચશે.
સાંબરકાંઠા, મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધશે.

> રાત્રિ રોકાણ

ગાંધીનગર રાજભવન ખાતે વડાપ્રધાન મોદી રાત્રિ રોકાણ કરશે.
દરમિયાન વડાપ્રધાન પક્ષના આગેવાનો સાથે મહત્ત્વની બેઠક કરી શકે છે.

2 મેના રોજ PM મોદીના કાર્યક્રમો

> સવારે – 10:00 કલાકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલ્લભ વિદ્યાનગરમાં પહોંચશે.
આણંદ અને ખેડા લોકસભા અને ખંભાત વિધાનસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધશે.

> બપોરે – 12:00 કલાકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર પહોંચશે.
સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધશે

> બપોરે – 02.15 કલાકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ પહોંચશે.
જૂનાગઢ, પોરબંદર, અમરેલી લોકસભા અને માણાવદર વિધાનસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધશે

> સાંજે – 04.15 કલાકે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પહોંચશે.
જામનગર લોકસભા અને પોરબંદર વિધાનસભાની વિજય વિશ્વાસ સભાને સંબોધશે
જામનગર સભા સંબોધ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થશે.

આ પણ વાંચો – PM MODI : ગુજરાતમાં આવતીકાલથી ઝંઝાવાતી પ્રચાર શરુ

આ પણ વાંચો – Amit Shah : સાબરકાંઠામાં આંતરિક જૂથવાદને નાથવા ગાંધીનગરમાં મંથન, અમદાવાદમાં વિશાળ જનસભા સંબોધશે

આ પણ વાંચો – Arjun Modhwadia: અર્જુન મોઢવાડિયાએ PM નરેન્દ્ર મોદી સાથેની યાદો કરી તાજા, જાણો શું કહ્યું?

Whatsapp share
facebook twitter