Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રધાનમંત્રી મોદી વિરોધીઓ પર વરસ્યા, PM મોદીએ કહ્યું- કોંગ્રેસ ના હોત તો!

06:00 PM Apr 28, 2023 | Vipul Pandya

પ્રધાનમંત્રી મોદી કોંગ્રેસ પર વરસ્યા
પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભામાં કોંગ્રેસ પર હલ્લાબોલ કર્યો.  પીએમ મોદીએ કહ્યું-  ‘જો કોંગ્રેસ ના હોત તો દેશને આટલી બધી સમસ્યાઓથી ઝઝૂમતું ના હોત’. પરિવારવાદ, કાશ્મીરી પંડિત અને શીખ નરસંહાર જેવા મુદ્દાઓ પર પ્રધાનમંત્રીએ કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી.
કોંગ્રેસના કારણે દેશને ઈમરજન્સીનું કલંક: PM મોદી
લોકસભામાં કોંગ્રેસ પર વરસ્યા બાદ પ્રધાનમંત્રી રાજ્યસભામાં પણ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. રાષ્ટ્ર્પતિના અભિભાષણ બાદ પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. પ્રધાનમંત્રીએ કોંગ્રેસની ટીખળ કરતા કહ્યું કે- ‘જો કોંગ્રેસ ના હોત તો દેશનો કઈક અલગ જ માહોલ હોત’, પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું ‘કોંગ્રેસ ના હોત તો પરિવારવાદ અને જાતિવાદ ના હોત, કોંગ્રેસ ના હોત તો પંડિતો કાશ્મીરમાં હોત, કોંગ્રેસ ના હોત તો દેશને ઈમરજન્સીનું કલંક ના લાગત’.
કોંગ્રેસ ના હોત તો!
કોંગ્રેસના કારણે જ પંજાબ વર્ષો સુધી આતંકના ઓછાયામાં રહ્યું તેવા પ્રહાર પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કર્યા હતા. કોંગ્રેસ ના હોત તો દીકરીઓને સળગાવવાની ઘટના ન હોત. પીએમ મોદીએ વધુમાં કહ્યુ હતું કે- ‘મહાત્મા ગાંધી પણ આઝાદી પછી કોંગ્રેસને નહોંતા ઈચ્છતા’. 
મલ્લિકાર્જુન ખડગે ન ઝીલી શક્યા આકરા પ્રહાર
પીએમ મોદીએ સતત આકરા પ્રહાર કરતા મલ્લિકાર્જુન ખડગે પોતાના સ્થાન પર ઉભા થઈ ગયા. મલ્લિકાર્જુન ખડગે ઊભા થતાં પીએમ મોદીએ પોતાનું સંબોધન અટકાવ્યું. ત્યારબાદ હળવા અંદાજમાં પ્રધાનમંત્રીએ કહ્યું- ‘લોકશાહીમાં સાંભળવાની પણ ક્ષમતા રાખવી જોઈએ’. પ્રધાનમંત્રીએ કહ્યું કે-‘હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે કોંગ્રેસે ઘણો ભેદભાવ કર્યો હતો’.