Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

“PM નરેન્દ્ર મોદીએ ભારત અને વિશ્વમાં પોતાનું આગવું વ્યક્તિત્વ ઊભું કર્યું” – પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ

03:43 PM Feb 27, 2024 | Harsh Bhatt

પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ : લોકસભાની ચૂંટણીના હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે. ત્યારે રાજનીતિના દાવપેચ શૂરું થઈ ગયા છે. ત્યારે કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. હવે પૂર્વ સાંસદ નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા, કોંગ્રેસના નેતા ધર્મેન્દ્ર પટેલ ઉપરાંત અન્ય પક્ષના 10 હજારથી વધુ કાર્યકર્તાઓએ આજે ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપમાં જોડાયા છે. તેમણે  સીઆર પાટીલની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ ધારણ કર્યો છે.

“PM નરેન્દ્ર મોદીએ ભારત અને વિશ્વમાં પોતાનું આગવું વ્યક્તિત્વ ઊભું કર્યું” – પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ 

આ સભામાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે, એક સાથે સાડા દસ હજાર લોકો ભાજપમાં જોડાતા હોય તે ખરેખાર ઐતિહાસિક છે. સી આર પાટીલે સૌ સભામાં હાજર ભાજપના કાર્યકર્તા અને ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિષે વાત કરતાં કહ્યું હતું કે, ભારતના PM નરેન્દ્ર મોદીએ ભારત અને વિશ્વમાં પોતાનું આગવું વ્યક્તિત્વ ઊભું કર્યું છે. તેમણે કહ્યું કે, પહેલા નેતાઓ ઉપર વિશ્વાસ નહોતું કરતું. પરંતુ પ્રધાનમંત્રી મોદી બાદ તે બદલાયું છે, હવે પ્રધામંત્રી મોદી એવા નેતા તરીકે સામે આવ્યા છે, જેમની ઉપર દુનિયા વિશ્વાસ કરે છે.

“મોદીની ગેરંટી એટલે પત્થરની લકીર”

વધુમાં તેમણે કહ્યું કે, મોદીની ગેરંટી એટલે પાક્કી ગેરંટી. દેશના મોટા મોટા રાજનેતા પણ માને છે કે, મોદીની ગેરંટી એટલે પત્થરની લકીર. 1980 માં જ્યારથી ભાજપની સ્થાપના થઈ ત્યારથી મોદી સાહેબે આપણા વચનો પુરા કર્યા છે.

પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ

મેનીફેસ્ટોમાં ભાજપ જ્યારે પણ પહેલા રામ મંદિરનો મુદ્દો લખતી હતી ત્યારે જ સૌ ભાજપના કાર્યકર્તાઓનું સપનું હતું કે તેઓ રામ મંદિર બનતું જુએ. કોંગ્રેસ વાળા પણ પહેલા એવા પ્રશ્નો કરતાં હતા કે, મંદિર વહી બનાએંગે પર તારીખ નહીં બતાએંગે, હવે સૌ વિરોધીઓના પ્રશ્નોના જવાબ પ્રધાનમંત્રીએ આપ્યા છે. કોર્ટનો ઓર્ડર આવ્યા બાદ તરત જ તેમણે મંદિર બનાવવાનું શૂરું ન હોતું કર્યું. તેમણે સૌ પાર્ટીના નેતોઓને એકઠા કરી, અને શાંતિ પૂર્વક રીતે  400 વર્ષથી ચાલતા આ રામ મંદિરના આંદોલનને પાર પાડ્યો હતો.

“પ્રધાનમંત્રી 25 કરોડ લોકોને ગરીબી રેખાની બહાર લાવ્યા છે” – પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ 

આગળ 370 ની કલમ અંગે પણ ભાજપના મેનીફેસ્ટોમાં મૂકવામાં આવતું હતું ત્યારે તેની ઉપર પણ ઘણા લોકોને શંકા હતી. કોંગ્રેસના એક નેતા એ પ્રધાનમંત્રી મોદીને પડકાર પણ ફેંક્યો હતો કે, મોદીજી 370 કો હાથ ભી મત લગાના વરના કાશ્મીર મે ખૂન કી નદિયાં બહ જાયેગી. પરંતુ મોદી અને શાહની જોડી આવી ધમકીઓથી ગભરાય થોડી અને તેમણે જડબાતોડ જવાબ આપ્યો અને કાશ્મીરમાં શાંતિપૂર્વક 370 ની કલમ હટાવી ઇતિહાસ સર્જ્યો. કોંગ્રેસના છેલ્લા 30 વર્ષના મોદીજીએ 5 વર્ષમાં પૂરા કર્યા છે.

“4 કરોડ લોકોને પણ આવાસ યોજના હેઠળ ઘર અપાવ્યા”

તેમણે પ્રધાનમંત્રી વિશે વાત કરતાં વધુમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ દરેક ગરીબોને મદદ કરી છે. તેમણે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેક ગરીબની મદદ થાય તેનો વિકાસ થાય એ રીતે કામ કર્યું છે અને દરેકને સૌ સરકારી યોજાનાની સહાય મળે તેવું કામ કર્યું છે. પ્રધાનમંત્રી 25 કરોડ લોકોને ગરીબી રેખાની બહાર લાવ્યા છે અને 4 કરોડ લોકોને પણ આવાસ યોજના હેઠળ ઘર અપાવ્યા છે. વધુમાં તેમણે કોંગ્રેસ ઉપર પ્રહાર પણ કર્યા હતા અને કહ્યું હતું કે, કોંગ્રેસ હવે દિશાહિન બની ગઈ છે. તેમનો હવે કોઈ પ્રકારનો ધ્યેય રહ્યો નથી.

આ પણ વાંચો — Gujarat Vidhan Sabha : ગીરનો વધ્યો ક્રેઝ, પ્રવાસીઓ માટે ગીર અભ્યારણ્ય બન્યું હોટ ફેવરિટ