Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahlan Modi Event: UAE ના અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં PM Modi ના નારા ગુુંજ્યા

09:35 PM Feb 13, 2024 | Aviraj Bagda

UAE ના અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં PM નરેન્દ્ર મોદી ‘Ahlan Modi’ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યા.

Abu dhabi માં ‘Ahlan Modi’ ઈવેન્ટમાં PM Modi એ કહ્યું, “આજે bu dhabi માં ભારતે એક નવો ઈતિહાસ રચ્યો છે. ભારતીયો UAE ના ખૂણેખૂણેથી અને ભારતના વિવિધ રાજ્યોમાંથી અહીં આવ્યા છે. પરંતુ દરેકનું દિલ જોડાયેલું છે. આ ઐતિહાસિક સ્ટેડિયમમાં, દરેક ધબકારા, દરેક શ્વાસ, દરેક અવાજ કહે છે – ભારત-UAE મિત્રતા અમર રહે…

Abu dhabi માં ‘Ahlan Modi’ ઈવેન્ટમાં PM Modi એ કહ્યું, “હું મારા પરિવારના સભ્યોને મળવા આવ્યો છું. જ્યાં તમે જન્મ્યા હતા ત્યાંની માટીની સુગંધ લઈને આવ્યો છું અને 140 કરોડ લોકોનો સંદેશ લઈને આવ્યો છું. ભારતને તમારા પર ગર્વ છે…”

Abu dhabi માં ‘Ahlan Modi’ ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું, “મને મારી 2015 ની પ્રથમ મુલાકાત (UAE) યાદ છે. જ્યારે મને કેન્દ્રમાં આવ્યાને થોડો સમય થયો હતો. તે ભારતીય તરીકેની પ્રથમ મુલાકાત હતી.  તે સમયે એરપોર્ટ પર તત્કાલીન ક્રાઉન પ્રિન્સ અને આજના રાષ્ટ્રપતિએ તેમના પાંચ ભાઈઓ સાથે મારું સ્વાગત કર્યું હતું. તે હૂંફ, તેમની આંખોમાં ચમક – હું તે ક્યારેય ભૂલી શકતો નથી. તે સ્વાગત મારા એકલા માટે નહીં પરંતુ 140 કરોડ ભારતીયો માટે હતું.

Abu dhabi માં ‘Ahlan Modi’ ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું, “છેલ્લા 10 વર્ષમાં UAE માં આ મારી 7 મી મુલાકાત છે. આજે એરપોર્ટ પર ભાઈ શેખ મોહમ્મદ બિન ઝાયેદ પણ મને રિસીવ કરવા આવ્યા હતા. મને ખુશી છે કે અમને ભારતમાં ચાર વખત તેમનું સ્વાગત કરવાની તક મળી.  થોડા દિવસો પહેલા તેઓ ગુજરાત આવ્યા હતા અને લાખો લોકો તેમનો આભાર માનવા માટે શેરીઓમાં એકઠા થયા હતા.”

Abu dhabi માં ‘Ahlan Modi’ ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું, “હું ભાગ્યશાળી છું કે UAE એ મને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર – The Order of Zayed થી નવાજ્યો છે. આ સન્માન માત્ર મારું નથી પરંતુ કરોડો ભારતીયોનું છે.”

Abu dhabi માં ‘Ahlan Modi’ ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું, “2015માં જ્યારે મેં તેમને (Sheikh Mohamed bin Zayed) ને તમારા બધા વતી અબુ ધાબીમાં મંદિર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારે તેમણે તરત જ હા પાડી. ત્યારે આ ભવ્ય (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કરવાનો સમય આવી ગયો છે.

Abu dhabi માં ‘Ahlan Modi’ ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું, “1.5 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ UAE ની શાળાઓમાં અભ્યાસ કરે છે. ગયા મહિને અહીં IIT દિલ્હી કેમ્પસનો માસ્ટર કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારે હવે, CBSE ની નવી ઑફિસ દુબઈમાં ટૂંક સમયમાં બનાવવામાં આવશે. આ સંસ્થાઓ અહીંના ભારતીય સમુદાયને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં મદદરૂપ કરશે.

Abu dhabi માં ‘Ahlan Modi’ ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું, “આજે દરેક ભારતીયનું લક્ષ્ય ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવાનું છે. તે કયો દેશ છે જેની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે? વિશ્વની ત્રીજી સૌથી મોટી Startup Economist છે? કયો દેશ તેના પહેલા જ પ્રયાસમાં મંગળ પર પહોંચ્યો? માત્રને માત્ર આપણું ભારત…

Abu dhabi માં ‘Ahlan Modi’ ઈવેન્ટમાં પીએમ મોદીએ કહ્યું, “મોદી સરકારે ગેરંટી આપી છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. મોદી કી ગેરંટી યાની ગેરંટી પૂરી હોને કી ગેરંટી.”