Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Modi તિરુવનંતપુરમ VSSC ની મુલાકાતે પહોંચ્યા, ISROના ગગનયાન મિશનની સમીક્ષા કરી

01:23 PM Feb 27, 2024 | VIMAL PRAJAPATI

PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરલની રાજધાની તિરૂવનંતપુરમ ખાતે પહોંચ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (VSSC)ની મુલાકાત લીધી હતીં. આ મુલાકાત દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, રાજ્ય મંત્રી મુરલીધરન અને ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ પણ હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં ભારત ફરી અંતરિક્ષમાં પોતાની હરણફાળ ભરવાનું છે. જેની તૈયારીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી VSSC ની મુલાકાતે પહોચ્યા હતાં.

પ્રધાનમંત્રી ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં અવકાશ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરવાના છે. આ પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો, સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા ખાતે PSLV ઈન્ટિગ્રેશન ફેસિલિટી, મહેન્દ્રગિરિ ખાતે ISRO પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં નવું ‘સેમી-ક્રાયોજેનિક્સ ઈન્ટિગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી’ અને VSSC તિરુવનંતપુરમ ખાતે ‘ટ્રિસોનિક વિન્ડ ટનલ’ પ્રોજેક્ટ્સ છે. તેને તૈયાર કરવા માટે લગભગ 1800 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

મિશન ગગનયાન એ ભારતનું માનવસહિત અવકાશયાન

સૌથી કોઈ જાણે છે કે, ઈસરો હવે અંતરિક્ષમાં પોતાનું સારૂ સ્થાન જમાવી ભારતનું નામ રોશન કરવામાં આવ્યું છે. છેલ્લા 5 જ વર્ષોમાં ઈસરોએ ચંદ્ર સહિત સૂર્યના અભ્યાસ માટે પણ અંતરિક્ષ યાન મોકલ્યું છે. મિશન ગગનયાન એ ભારતનું એક મહત્વાકાંક્ષી અવકાશ મિશન છે, જેનો ઉદ્દેશ્ય 2025માં ત્રણ અવકાશયાત્રીઓને 400 કિલોમીટરની ઊંચાઈએ પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે. આ મિશન ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા સંચાલિત કરવામાં આવશે.

આ પણ વાંચો: UP: સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો, મનોજ પાંડે સહિત ત્રણ ધારાસભ્યો બાગી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ