Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અમેરિકન સંસદમાં PM મોદીએ કહ્યુ ભારત જલદી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

06:29 AM Jun 24, 2023 | Hiren Dave

અમેરિકાના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (23 જૂન) યુએસ કોંગ્રેસને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે જ્યારે હું વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અહીં આવ્યો હતો ત્યારે ભારત 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. આજે ભારત પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

 

 

પીએમ મોદીએ કહ્યું હતું કે  હવે ભારત ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. અમે ઝડપથી આગળ વધી રહ્યા છીએ. જ્યારે ભારત પ્રગતિ કરે છે ત્યારે સમગ્ર વિશ્વ પ્રગતિ કરે છે.

 

 

લોકશાહી પર પીએમ મોદીનું નિવેદન

તેમણે કહ્યું હતું કે “લોકશાહી આપણા પવિત્ર અને સહિયારા મૂલ્યોમાંનું એક છે. સમગ્ર ઇતિહાસમાં એક વાત સ્પષ્ટ છે કે લોકશાહી એ એક ભાવના છે જે સમાનતા અને ગૌરવને સમર્થન આપે છે. લોકશાહી એક એવો વિચાર છે જે ચર્ચાને આવકારે છે. લોકશાહી એ એક સંસ્કૃતિ છે જે વિચાર અને અભિવ્યક્તિને પાંખો આપે છે. પ્રાચીન કાળથી ભારતને આવા મૂલ્યોના આશીર્વાદ મળ્યા છે. લોકશાહી ભાવનાના વિકાસમાં ભારત લોકશાહીની માતા છે.

રશિયા-યુક્રેન યુદ્ધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ વિશે કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી. આ સમય સંવાદ અને મુત્સદ્દીગીરીનો છે. આ સમય લોહી વહેવાનો નથી, માનવતાની રક્ષા કરવાનો સમય છે.

પીએમ મોદીનું આતંકવાદ પર નિવેદન

પાકિસ્તાન અને ચીન તરફ ઈશારો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 9/11 પછીના બે દાયકા અને મુંબઈમાં 26/11 પછીના એક દાયકા પછી પણ કટ્ટરવાદ અને આતંકવાદ આખી દુનિયા માટે ગંભીર ખતરો છે.  “આતંકવાદ માનવતાનો દુશ્મન છે. આપણે એવી તમામ શક્તિઓને નિયંત્રિત કરવી પડશે જે આતંકને પ્રોત્સાહન આપે છે

 

સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’

પીએમ મોદીએ કહ્યું કે, અમારો અભિગમ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ છે. અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ધ્યાન આપી રહ્યા છીએ. અમે 150 મિલિયનથી વધુ લોકોને આશ્રય આપવા માટે લગભગ 40 મિલિયન ઘરો આપ્યા છે, જે ઑસ્ટ્રેલિયાની વસ્તીના લગભગ 6 ગણા છે. અમે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા કાર્યક્રમ ચલાવીએ છીએ જે લગભગ 500 મિલિયન લોકો માટે મફત તબીબી સારવાર સુનિશ્ચિત કરે છે. ભારતમાં 2500થી વધુ રાજકીય પક્ષો છે. ભારતના વિવિધ રાજ્યોમાં લગભગ 20 અલગ-અલગ પક્ષો શાસન કરે છે. અમારી પાસે 22 સત્તાવાર ભાષાઓ અને હજારો બોલીઓ છે, તેમ છતાં અમે એક અવાજે બોલીએ છીએ.

 

આપણ  વાંચો –અમેરિકન સંસદને સંબોધી રહ્યા છે PM મોદી, કહ્યું – ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ AI જેવો