Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Modi in Poland : PM મોદીએ જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે પાઠવી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત

11:09 PM Aug 21, 2024 |
  1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ પોલેન્ડની મુલાકાતે
  2. PM નરેન્દ્ર મોદીની આ મુલાકાત ભારત-પોલેન્ડનાં સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે : CM ભૂપેન્દ્ર પટેલ
  3. આ મુલાકાત “વિકાસ ભી, વિરાસત ભી” ના મંત્રને સાર્થક કરે છે : ઋષિકેશ પટેલ

PM Modi in Poland : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી એટલે કે 21 અને 22 ઓગસ્ટે યુરોપનાં પોલેન્ડ (Poland) દેશની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોલેન્ડનાં વોર્સોમાં (Warsaw) સ્થિત ‘સ્ક્વેર ઓફ ગુડ મહારાજા’ (Good Maharaja Square) ખાતે ગુજરાતનાં નવાનગરનાં જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અંગે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને રાજ્યનાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી છે.

આ પણ વાંચો – PM નરેન્દ્ર મોદી પહોંચ્યા Poland, હોટલમાં ભારતીય સમુદાયે કર્યું સ્વાગત, પ્રધાનમંત્રીએ બાળકો સાથે હાથ મિલાવ્યા…

ભારત-પોલેન્ડનાં સંબંધોમાં ગુજરાતની ભૂમિકા સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે : CM

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને આવકારીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી લખ્યું કે, ‘ભારત અને પોલેન્ડનાં સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસનાં પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત (PM Modi in Poland) ભારત અને પોલેન્ડ વચ્ચેનાં સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે. જ્યારે રાજ્યનાં પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું જણાવી આ મુલાકાત  “વિકાસ ભી, વિરાસત ભી” ના મંત્રને સાર્થક કરે છે તેમ ઉમેર્યું હતું.

 

આ પણ વાંચો – PM મોદીના વિદેશ પ્રવાસનો આજથી પ્રારંભ, પહેલા પોલેન્ડ અને પછી યુક્રેનની કરશે મુલાકાત

જામ સાહેબે પોલેન્ડનાં 600 બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું : ઋષિકેશ પટેલ

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, જામસાહેબના નામથી વોર્સોવામાં મહારાજા સ્ટેટનાં સ્મારક ઉપરાંત, પોલેન્ડમાં (Poland) કેટલીક સ્કૂલનાં નામ, રોડનાં નામ પણ  દિગ્વિજયસિંહ જાડેજાની (Jamsaheb Digvijay Singh Jadeja) સ્મૃતિમાં આપવામાં આવ્યા છે.

મંત્રી ઋષિકેશ પટેલે જામસાહેબનાં યોગદાનનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડનાં 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું હતું. આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન, શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજ-વસ્તુઓ પૂરી પાડી હતી. વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામ સાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા. જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના (Jamsaheb Digvijay Singh Jadeja) આ સેવાકાર્યો સમગ્ર ભારત (India) અને ગુજરાત માટે કાયમનાં સંસ્મરણો બની રહ્યા છે, તેમ મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.

ભાજપ નેતા રજની પટેલ

આ ઐતિહાસિક મુલાકાત માટે ગુજરાત PM મોદીનો આભાર માને છે : રજની પટેલ

PM નરેન્દ્ર મોદીની પોલેન્ડ મુલાકાતને (PM Modi in Poland) ભાજપ નેતા રજની પટેલે (Rajni Patel) ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો છે. સાથે જ જણાવ્યું કે, ‘આ ઐતિહાસિક પ્રસંગ અને ઐતિહાસિક મુલાકાત માટે સમગ્ર ગુજરાત માનનીય પ્રધાનમંત્રીનો આભાર માને છે. ગુજરાતનાં મહાન મહારાજાઓ દ્વારા જે મહાન કાર્યો કરવામાં આવ્યા છે તે મહાન કાર્યોની જાણ સમગ્ર વિશ્વનાં લોકોને થાય તે માટે માનનીય પ્રધાનમંત્રી સતત અને અવિરત પ્રયત્નશીલ છે.’

આ પણ વાંચો – Y20 Summit : ભારતના ડેલિગેશનનાં પ્રમુખ તરીકે આ અમદાવાદીએ વધાર્યું બહુમાન