+

Rajkot Game Zone Tragedy: રાજકોટ દુર્ઘટના અંગે PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ, આપ્યા તપાસના આદેશ

Rajkot Game Zone Tragedy: રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાથી 25 ના મોત થયા છે. આ ઘટનાને લઈને અત્યારે રાજ્યભરમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને લઈને અત્યારે અનેક…

Rajkot Game Zone Tragedy: રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાથી 25 ના મોત થયા છે. આ ઘટનાને લઈને અત્યારે રાજ્યભરમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને લઈને અત્યારે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે. રાજકોટ ગેમઝોનમાં આગ લાગવાની દુર્ઘટના અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયાની વિગતો સામે આવી છે. નોંધનીય છે કે, આ મામલે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરીને તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનીક વાતચીત કરી ઘટના અંગે તાગ મેળવ્યો છે.

આરોપીઓ સામે કડક પગલાંઓ લેવા નિશાનિર્દેશ આપ્યાં

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પીએમ મોદીએ રાજકોટ દુર્ઘટનાની સંપૂર્ણ વિગત મેળવી છે આ સાથે સાથે આરોપીઓ સામે કડક પગલાંઓ લેવા નિશાનિર્દેશ પણ આપ્યાં છે. નોંધનીય છે કે, આ દુર્ઘટના માં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આખરે આ બાળકોને શું વાંક હતો કે તેમને પોતાના જીવની આહુતી આપવી પડી? નોંધનીય છે કે, અત્યારે રાજકોટની આ દુર્ઘટનામાં સામેલ આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે.

મોરબી અને વડોદરા બાદ હવે રાજકોટમાં સર્જાયો હત્યાકાંડ

ગુજરાતમાં બાળકોનો જીવ જોખમમાં હોય તેવી ઘટનાઓ બની રહીં છે. થોડા સમય પહેલા જ વડોદરા હરણી હત્યાકાંડ થયા હતો. તેના ઘા તો હજી રૂંઝાયા પણ નથી અને અત્યારે ફરી એક બીજો હત્યાકાંડ સામે આવ્યો છે. ક્રમશઃ વાત કરવામાં આવે તો ગુજરાતમાં સુરત, અમદાવાદ, મોરબી, વડોદરા અને હવે રાજકોટમાં બાળકોનો જીવ લેવાઈ રહ્યા છે. તો શું આના માટે કોઈ જવાબદાર છે કે નહીં? શું આવી રીતે જ બાળકોના જીવ હોમાતા રહેશે? આખરે કેમ તંત્ર કોઈ નક્કર પગલા નથી લઈ રહ્યું? કેમ મોટા માથાઓને બચાવી લેવામાં આવે છે. બાળકોનો જીવ તંત્ર માટે મહત્વનો નથી એમ?

આ પણ વાંચો: RAJKOT GAME ZONE TRAGEDY: રાજકોટમાં ભડકે બળ્યા 25 બાળકો, રસ્તા પર પરિવારજનોનું હૈયાફાટ રૂદન

આ પણ વાંચો: રાજકોટ બન્યું હત્યાકાંડ ભાગ-4 માટે જવાબદાર, હવે સુરત-મોરબી-વડોદરા બાદ કયું શહેર?

આ પણ વાંચો: Rajkot દુર્ઘટના બાદ સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના તમામ Game Zone બંધ કરવા આદેશ…

Whatsapp share
facebook twitter