Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યૂક્રેન સંકટ પર પીએમ મોદીએ ફરી કરી હાઈલેવલ બેઠક, ઓપરેશન ગંગાને લઈને મેળવી માહિતી

09:05 AM Apr 28, 2023 | Vipul Pandya

વડાપ્રધાન મોદીએ યુક્રેન-રશિયા વિવાદ
પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદીએ આ બેઠકમાં ઓપરેશન ગંગાની સફળતા
અંગે અપડેટ લીધા હતા. જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ખારકીવમાંથી
તમામ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદીએ
રવિવારથી અત્યાર સુધી આવી અનેક બેઠકોની અધ્યક્ષતા કરી છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર એવા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાનો પ્રયાસ કરી રહી
છે જેઓ રશિયાના હુમલા બાદ યુક્રેન છોડવા માગે છે.
મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને
તેમના કેબિનેટ સાથી પીયૂષ ગોયલ ઉપરાંત ઘણા ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતે તેના નાગરિકોને બહાર કાઢવા માટે
ઓપરેશન ગંગા
શરૂ કર્યું છે અને આ કવાયતનું સંકલન કરવા માટે
યુક્રેનના પડોશી દેશોમાં વડાપ્રધાનના વિશેષ દૂત તરીકે
4 કેન્દ્રીય મંત્રીઓને મોકલ્યા છે.


તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે
, ‘શનિવારે એક વિશેષ ફ્લાઈટ દ્વારા 3 હજાર ભારતીયોને યુક્રેનથી પરત લાવવામાં આવ્યા હતા. આ લોકોને
યુક્રેનના પડોશી દેશોમાંથી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા અને તેમને ભારત આવનારી વિશેષ
ફ્લાઈટમાં બેસાડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં
13 હજાર 700 ભારતીયોને વિશેષ ફ્લાઇટ દ્વારા
સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે.


વિદેશ મંત્રાલયે કહ્યું કે ખારકીવ અને
સૂમી સિવાય
10,000થી વધુ લોકોને યુક્રેનમાંથી બહાર
કાઢવામાં આવ્યા છે. અમે લોકોને સુમીમાંથી બહાર કાઢવામાં કોઈ કસર છોડીશું નહીં.
ભારતીયોએ પશ્ચિમી સરહદો પર હજુ થોડા કલાકો રાહ જોવી પડશે. પરંતુ કોઈપણ ભોગે તમામને
થોડા જ સમયમાં ભારત પરત લાવવામાં આવશે.