+

PM MODi : દેશના બાળકો કહી રહ્યા છે ‘મોદી’એ કહ્યું તે કરીને બતાવે છે

PM MODi :આજે નવસારીના વાસી બોરસી ખાતે PM મોદી (PM Modi )કરશે PM મિત્રા પાર્કનું ખાત મુર્હત કરવામાં આવશે. જેના માટે મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા છે. આ માટે વડાપ્રધાન મોદી(PM…

PM MODi :આજે નવસારીના વાસી બોરસી ખાતે PM મોદી (PM Modi )કરશે PM મિત્રા પાર્કનું ખાત મુર્હત કરવામાં આવશે. જેના માટે મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા છે. આ માટે વડાપ્રધાન મોદી(PM Narendra Modi) અને તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) તેમજ નવસારીના સાંસદ સી આર પાટીલ (CR Patil) પણ તેમની સાથે હાજર રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ પણ હાજર રહ્યા છે. તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ હાજર છે. આ માટે લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર થઈ છે.

અહીંયા મેડિકલ કોલેજ પણ બની રહી છે : PM

આ વિસ્તારમાં અગાઉ કોઈ જ વિકાસના કામ ન થતાં હતા. હવે આદિવાસી વિસ્તારમાં મેડિકલ કોલેજ બની રહી છે. ગરીબોને મોદી સરકારની ગેરંટી ઉપર ભરોસો છે. કોંગ્રેસ પાસે દેશના ભવિષ્ય માટે એજન્ડા ન હતો. પરિવારવાદી માનસિકતા નવી પ્રતિભાની દુશ્મન છે. જે જોવા મળી રહ્યું છે. ભાજપે આવનારા 25 વર્ષ માટે રોડ મેપ બનાવ્યો છે અને તેના પર કામગીરી શરૂ કરી છે. કોંગ્રેસે દશકો સુધી દેશને અન્યાય કર્યો છે.

દેશને ત્રીજા નંબરની ઈકોનોમી બનાવીશું : મોદી

અહીંથી બુલેટ ટ્રેન પસાર થઈ રહી છે. જેના સાથે જ લોકોને ગેરેન્ટી આપી રહી છે. ગેરેન્ટી યોજના બનાવવાની નથી. યોજના બનાવીને તેના હકદાર સુધી પહોંચાડવાની પણ ગેરેન્ટી છે. કોઈ પરિવારે ગરીબીમાં જીવવું ન પડે તેના સરકાર પોતાના તરફથી લાભાર્થીઓ પાસે આવી રહી છે.કોંગ્રેસ તેના સમયમાં ભારતને 11માં નંબરની જ ઈકોનોમી બનાવી શકી.ત્યારે ન તો ગામનો સારી રીતે વિકાસ થઈ શક્યો. ન તો નાના શહેરોનો વિકાસ થઈ શક્યો..ભાજપ સરકારે 10 વર્ષના શાસનમાં 10માં નંબરેથી 5માં નંબરની ઈકોનોમી બનાવી દીધી.આજે દેશવાસીઓ પાસે ખર્ચ કરવા માટે ઘણા વધારે પૈસા છે. એટલે ભારત ખર્ચ પણ કરી રહ્યો છે. દેશને ત્રીજા નંબરની ઈકોનોમી બનાવીને રહીશું.

 

 

વીજળીની સંકટમાંથી ગુજરાત બહાર આવ્યું છે : વડાપ્રધાન મોદી

અગાઉ 2001-02 માં લોકો વીજળીની માંગ કરતાં હતા. 20-25 વર્ષ પહેલા ગુજરાતમાં કલાકો સુધી કલાકો સુધી વીજકાપ રહેતો હતો. આજે જે 25 વર્ષના છે તેઓને આ વાતની ખબર પણ નહીં. હું મુખ્યમંત્રી બન્યો ત્યારે લોકો આવીને કહેતા કે, સાંજે ભોજન સમયે વીજળીની વ્યવસ્થા થઈ જાય. વીજળી ઉત્પાદનમાં ત્યારે અહીં ઘણી મુશ્કેલી હતી. કોલસો દૂરથી લાવવો પડતો હતો. આ સંકટોની સાથે ગુજરાતનો વિકાસ અસંભવ હતો. પરંતુ, અસંભવને સંભવ કરવા માટે તો મોદી છે. ગુજરાતને વીજળીના સંકટમાંથી બહાર કાઢવા માટે આધુનિક ટેક્નોલોજી પર ભાર મૂક્યો. આજે ગુજરાતમાં સૌરા અને પવન ઉર્જાથી વીજળી ઉત્પન્ન થઈ રહી છે.

તાપી રિવર બેરેજ સુરતની સ્થિતિ બદલી નાખશે
તાપી રિવર બેરેજ બનવાથી સુરતમાં વર્ષો સુધી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. પૂર જેવી સ્થિતિને પણ પહોચી વળાશે. ગુજરાતના સમાજ જીવનમાં, ઔદ્યોગિક ક્ષેત્રે વીજળીનુ મહત્વ ખુબ સારી રીતે જાણે છે. એક સમય હતો કે ગુજરાતમાં કલાકો સુધી વીજળી કાપ રહેતો હતો.

 

 

પીએમ સૂર્ય ઘર દ્વારા 300 યુનીટ મફત વીજળી અપાશે- પીએમ મોદી
પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં નવા બે રિએકટર રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. બન્ને રિએકટર મેડ ઈન ભારત છે, મેક ઈન ઈન્ડિયા દ્વારા છે. ભારત દરેક ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે. આ પ્લાન્ટ દ્વારા ગુજરાતને વિપૂલ વીજળી મળશે. સૂર્ય ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાત મોખરાના સ્થાને છે. મોદીએ હમણા નવી ગેરંટી આપી છે. 300 યુનિટ સુધી મફત વીજળીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. પીએમ સૂર્ય ઘર એ 300 યુનીટ વીજળી એટલે મધ્યમ વર્ગના કુંટુબને એસી, પંખા, ફ્રિજ, ટીવી વગેરે કાયમ ચાલે. તમારે માત્ર એટલું જ કરવાનું છે ઘર પર સૌર પેનલ રાખો.

PM મિત્ર પાર્કથી સુરત-નવસારીની તસવીર બદલાઈ જશેઃ પીએમ મોદી
સુરતના ડાયમંડ અને નવસારીના વસ્ત્રોથી ગુજરાતની ગુંજ વિશ્વમાં થાય છે. સુરતનો સિલ્ક ઉદ્યોગ નવસારી સુધી વિકસ્યો છે. વિશ્વના અનેક દેશને આ ક્ષેત્રે ભારત ટક્કર આપી રહ્યું છે. સુરતના કપડાની એક ઓળખ બની છે. પીએમ મિત્ર પાર્ક તૈયાર થતા જ આ વિસ્તારની તસવીર બદલાઈ જશે. 3000 કરોડનું રોકાણ થશે.

વડાપ્રધાન મોદીનું સંબોધન
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મોદીની ગેરેન્ટી એટલે ગેરેન્ટી પૂરી થવાની ગેરેન્ટી. 5F ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન. સુરત અને ગુજરાતની ટેક્સટાઈલ માટે 5F નો ફોર્મયુલા છે. ખેડૂત કપાસ ઉગાડશે, કપાસ ફેક્ટરીમાં જશે, ફેકટરીમાં ધાગાથી પરિધાન બનશે અને પરિધાન વિદેશમાં નિકાશ થશે. મને લાગતું હતું કે, ટેક્સટાઈલની આ આખી ચેઈન આપણી પાસે હોવી જોઈએ.આજે આત્મનિર્ભર બનવા માટે અમે આવી જ વ્યવસ્થાનું નિર્માણ કરી રહ્યા છીએ. આ PM મિત્ર પાર્ક પણ આ જ અભિયાનનો ભાગ છે.

 

દેશના બચ્ચા બચ્ચા કહી રહ્યા છે મોદીએ જે કહી દીધું તે કરીને બતાવે છે’ જ્યારે મોદીની ગેરેન્ટીની સંસદથી લઈ રોડ રસ્તા સુધી ચર્ચા થઈ રહી છે.

હવે નવસારીમાં તમારી વચ્ચે વિકાસના આ ઉત્સવમાં સામેલ થઈ રહ્યો છું. મુખ્યમંત્રીએ કહ્યું તેમ કદાચ પહેલીવાર આઝાદી બાદ આટલા કરોડ રૂપિયાના વિકાસ કામો એક જ દિવસે થયા છે. તો તમે બધા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરો. આજે નવસારીમાં હીરા ચમકતા હોય તેવું લાગે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી 44214 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યા છે. આ પહેલીવાર છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વિકાસ કાર્યો માટે એક જ દિવસે એકસાથે આટલી મોટી રકમ ફાળવવામાં આવી હોય.

ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી બોરસીમાં 1,141 એકર જમીનમાં સાકાર થનાર આ મેગા-ઇન્ટિગ્રેટેડ એપરલ પાર્ક માત્ર ગુજરાતના કાપડ ઉદ્યોગને વેગ આપશે એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે. આ પહેલ ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ’નું મુખ્ય ઉદાહરણ સ્થાપિત કરશે. PM મિત્રા પાર્કની સ્થાપના એ ગુજરાત માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે, કારણ કે નવસારીના વાસી બોરસીમાં તે એકમાત્ર નિર્માણ પામનાર છે.

 

આ  પણ  વાંચો – Tarabh: PM Modi નું જનસભાને સંબોધન, કહ્યું કે, ‘મોસાળમાં આવીએ એટલે આનંદ જ હોય…’

Whatsapp share
facebook twitter