Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિને ફોન કર્યો, રશિયા-યુક્રેન યુદ્ધ અને બાંગ્લાદેશ પર શું થયું?

11:40 PM Aug 26, 2024 |
  1. PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કરી વાત
  2. રશિયા યુક્રેન યુદ્ધ અને બાંગ્લાદેશ પર કરી ચર્ચા
  3. PM મોદી યુક્રેનના પ્રવાસે ગયા હતા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે અને બીજી બાજુ બાંગ્લાદેશમાં બળવો વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. આ અંગે PM નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને ફોન કરીને આ મુદ્દે વિગતવાર ચર્ચા કરી હતી.

શું હતી રશિયા-યુક્રેન પર ચર્ચા?

PM નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે ટેલિફોન પર વાત કરી અને ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રપતિના સમર્થન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે રાષ્ટ્રપતિને તેમની યુક્રેનની મુલાકાત વિશે માહિતી આપી હતી. PM મોદીએ યુક્રેનમાં શાંતિ અને સ્થિરતાની વહેલી વાપસી માટે ભારતના સંપૂર્ણ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ પણ વાંચો : Maharashtra : શિવાજી મહારાજની પ્રતિમા ધ્વસ્ત, 8 મહિના પહેલા PM મોદીએ કર્યું હતું અનાવરણ

બાંગ્લાદેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી…

આ દરમિયાન PM મોદીએ રાષ્ટ્રપતિ બિડેન સાથે બાંગ્લાદેશની સ્થિતિ પર ચર્ચા કરી હતી. બંને દેશોના નેતાઓએ બાંગ્લાદેશમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવાની અને લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. PM નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને બિડેન સાથેની વાતચીત વિશે માહિતી આપી હતી.

આ પણ વાંચો : Janmashtami : દેશ-વિદેશમાં જન્માષ્ટમીની ઉજવણી, મંદિરોમાં ભક્તો ઉમટ્યા, મથુરા-વૃંદાવનમાં ભવ્ય ઝાંખી…

PM મોદી યુક્રેનના પ્રવાસે ગયા હતા…

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ PM મોદીએ યુક્રેનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ઉકેલ માત્ર વાતચીત દ્વારા જ શોધી શકાય છે. ભારત હંમેશા શાંતિનું સમર્થન કરતું આવ્યું છે. આ અંગે ભારતે અગાઉ પણ કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિનો એકમાત્ર રસ્તો વાતચીત છે.

આ પણ વાંચો : Rajasthan Rail : વંદે ભારત ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર, રેલ્વે ટ્રેક પર સિમેન્ટ બ્લોક મૂકવામાં આવ્યો