+

યુવરાજસિંહનાં સમર્થનમાં આવેદન પત્ર, ખોટી રીતે કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાવવામાં આવ્યા હોવાની રજુઆત

રાજ્યમાં અનેકો વખત પેપર લીક કૌભાંડોને ઉજાગર કરનાર મૂળ ગોંડલનાં યુવરાજસિંહ જાડેજાની ધરપકડના વિરોધમાં ગોંડલ સર્વે જ્ઞાતિના આગેવાનો, યુવાનો અને વાલીઓએ આવેદનપત્ર આપ્યું હતું… આવેદન પત્રમાં જણાવાયું હતું કે યુવરાજસિંહ…

રાજ્યમાં અનેકો વખત પેપર લીક કૌભાંડોને ઉજાગર કરનાર મૂળ ગોંડલનાં યુવરાજસિંહ જાડેજાની ધરપકડના વિરોધમાં ગોંડલ સર્વે જ્ઞાતિના આગેવાનો, યુવાનો અને વાલીઓએ આવેદનપત્ર આપ્યું હતું… આવેદન પત્રમાં જણાવાયું હતું કે યુવરાજસિંહ જાડેજાને ખોટા આક્ષેપોથી હેરાન અને પરેશાન કરવામાં આવી રહ્યા છે, જેની સામે અમે સૌ સાથે મળીને યુવરાજસિંહને ટેકો આપવા માટે આવ્યા છીએ ..

આવેદન આપનારા લોકોએ કહ્યું કે આમાં કંઇ ખોટું હોય તો યુવરાજસિંહ પર નિયમ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં વાંધો નથી પણ ખોટી રીતે માત્ર ખોટા બનાવટી આક્ષેપો ઉભા કરી અને યુવરાજસિંહને જો ફસાવાની કોશિશ થતી હોય તો એની સામે અમારા સૌનો વિરોધ છે અમે સૌ યુવરાજસિંહની સાચી અને સારી બાબતોની સાથે જ છીએ અને ભવિષ્યમાં સરકારની અંદર જે કૌભાંડો કરે છે તેને સજા આપવી અને ખોટા માણસોને પકડી અને તેને દૂર કરવા એવી અમારી માગણી છે.

આવેદન પત્ર આપવા લોકોએ કહ્યું કે તેઓએ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર ને આવેદનપત્ર આપી ગોંડલ સમાજના તમામ યુવા પરિવારોની લાગણી પહોચતી કરી છે અને અમારી માગણી છે કે જે કસુરવાર હોય તેને દોષ હોય તેને સજા કરવામાં અમને કોઈ વાંધો નથી પણ જે નિર્દોષ છે તેને અમે સંપૂર્ણ ટેકો આપીએ છીએ.

 

 

Whatsapp share
facebook twitter