Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Protest : નરોડા જીઇબી ઓફિસની બહાર લોકોના ધરણાં

01:22 PM May 24, 2024 | Vipul Pandya

Protest : રાજ્યભરમાં સ્માર્ટ મીટરના મુદ્દે લોકોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે ત્યારે નરોડા જીઇબી ઓફિસની બહાર સમિયાણો બાંધીને સ્માર્ટ મીટર પીડિતો ધરણા (Protest ) પર બેસી ગયા છે.

સ્માર્ટ મીટરથી પીડિતો ધરણાં પર બેસી વિરોધ નોંધાવતા નજરે પડ્યા

નરોડા જીઇબી ઓફિસની બહાર સામિયાણો બંધાયો છે. તમામ સ્માર્ટ મીટરથી પીડિતો ધરણાં પર બેસી વિરોધ નોંધાવતા નજરે પડ્યા.જનતાના સેવકો કે જીઇબીના અધિકારીઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી. સ્માર્ટ મીટર પીડિતોએ ગુજરાત ફર્સ્ટ સમક્ષ વેદના ઠાલવી હતી.

સ્માર્ટ મીટરથી આવતું અસહ્ય બીલ અમને પોસાતું નથી

જ્યાં સુધી જુના મીટર પરત નહીં મળે ત્યાં સુધી અમારા ધરણા અને વિરોધ યથાવત રહેશે તેવી સ્માર્ટ મીટર થી પીડિત લોકોએ જણાવ્યું હતું. તેમનું કહેવું છે કે સ્માર્ટ મીટરથી આવતું અસહ્ય બીલ અમને પોસાતું નથી અને જ્યાં સુધી જુના મીટર પરત નહીં મળે ત્યાં સુધી અમારા ધારણા યથાવત રહેશે તેવી ચીમકી પણ આપી છે.

નરોડા વિસ્તારના રહેવાસીઓ UGVCL ઓફિસમાં ધસી આવ્યા

ગુરુવારે નરોડા વિસ્તારના રહેવાસીઓ UGVCL ઓફિસમાં ધસી આવ્યા હતા અને અમારી મંજૂરી વગર સ્માર્ટ મીટર કેમ લગાવ્યા તેવી અધિકારીને ઉગ્ર રજૂઆત કરી. ઇન્ચાર્જ ચીફ એન્જિનિયર બી.જી.પ્રણામીને રજૂઆત કરતા તેમણે જણાવ્યું હતું કે આ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે અને તેનો અમે અમલ કરી રહ્યા છે પરંતુ લોકોનો વિરોધ છે ત્યારે અમે સ્માર્ટ મીટરની સાથે જૂનું મીટર પણ લગાવીશું અને બંનેનું રીડિંગ ચેક કરીશું. લોકોનો વિરોધ છે કે બિલ વધારે આવે છે તો તેમની ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કરીશું.

UGVCL ઓફિસમાં ધરણાં પર બેઠા

જો કે લોકો સ્માર્ટ મીટર હટાવવામાં આવે તે માંગણીને લઈને UGVCL ઓફિસમાં ધરણા પર બેઠા હતા. સ્માર્ટ મીટરને કારણે વધુ બીલ આવતું હોવાનું સ્થાનિકોનોએ આક્ષેપ કર્યો છે.

અહેવાલ–સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો—– VADODARA : સ્માર્ટ વિજ મીટર અને ચેક મીટરમાં સમાન વપરાશ નોંધાયો