+

SURAT NEWS : શું ખરેખર સુરતમાં હાર્ટ એટેકથી મોત થઇ રહ્યા છે ? વાંચો અહેવાલ

SURAT NEWS કોરોનાના કપરા કાળ બાદ યુવાનો અચાનક પોતાના જીવ ગુમાવી રહ્યા છે પરંતુ દરેક મોત બાદ તેને હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયાનું નામ આપી દેવામાં આવે છે. શું ખરેખર…

SURAT NEWS કોરોનાના કપરા કાળ બાદ યુવાનો અચાનક પોતાના જીવ ગુમાવી રહ્યા છે પરંતુ દરેક મોત બાદ તેને હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયાનું નામ આપી દેવામાં આવે છે. શું ખરેખર યુવાનોના મૃત્યુ હાર્ટ અટેકથી જ થઈ રહ્યા છે કે મોતના અન્ય કારણો પણ છે આ માટે અમારી ટીમ દ્વારા સુરત (SURAT) સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરીને આંકડાકીય માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કર્યો. આંકડાકીય માહિતી જ્યારે સામે આવી ત્યારે ખરેખર ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.

સુરત સિવિલ હોસ્પિટલ પાસેથી આંકડાકીય માહિતી માંગી

કોરોના બાદ યુવાનોના મોતના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શા કારણે યુવાનોના એકાએક મોત થઈ રહ્યા છે એ જાણવા માટે અમારા દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ દેશમાં પણ અચાનક યુવાનોના મોતના પ્રમાણમાં વધારો આવ્યો છે તેમાં પણ ખાસ કરીને 40 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો મોતને ભેટી રહ્યા છે આ યુવાનોના મત સા કારણે થઈ રહ્યા છે એ જાણવા માટે અમે સુરત સિવિલ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો અને યુવાનોના મોતનું સાચું કારણ જાણવા માટેનો પ્રયાસ કર્યો હતો અને સુરત સિવિલ હોસ્પિટલ પાસેથી આંકડાકીય માહિતી માંગી હતી

કોઝ ઓફ ડેથ અપાયા હોય તે માહિતી અમને આપવાનો આગ્રહ રાખ્યો

સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા આ સમગ્ર મામલે અમને આંકડાકીય માહિતી આપવામાં આવી હતી. પ્રથમ તો અમે જાન્યુઆરી 2024ની માહિતી સુરત સિવિલ હોસ્પિટલ પાસે માંગી હતી પરંતુ સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ જે મૃત્યુમાં કોઝ ઓફ ડેથ અપાયા હોય તે માહિતી અમને આપવાનો આગ્રહ રાખ્યો હતો અને સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા અમને ઓક્ટોબર 2023 ની માહિતી આપવામાં આવી હતી.

11નાં રિપોર્ટ આવ્યા જેમાંથી માટે 7 જેટલા લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ

સમગ્ર માહિતી જ્યારે સામે આવી ત્યારે કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવ્યા. આંકડાકીય માહિતી સામે આવી ત્યારે માલુમ પડ્યું કે ખરેખર જે મૃત્યુને હાર્ટ એટેકનું નામ આપવામાં આવે છે તે મૃત્યુ ખરેખર હાર્ટ એટેકથી થયા જ નથી. ઑક્ટોબર 2023નાં આંકડાની વાત કરીએ તો આ મહિનામાં બ્રોડ ડેડ નાં 98 કેસ નોંધાયા હતા. જેમાંથી 88 જેટલા કોઝ્ ઓફ ડેથ આપવામાં આવ્યા છે. 98 બ્રોડ ડેડમાંથી 21 જેટલા કેસમાં HP સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સેમ્પ્લમાંથી 11નાં રિપોર્ટ આવ્યા જેમાંથી માટે 7 જેટલા લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે.

મોતના અનેક કારણો

આ અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ગણેશ ગોવેકરને અમારી ટીમે પૂછ્યું કે જો લોકોના મૃત્યુ હાર્ટ એટેકના કારણે નથી થતાં તો મૃત્યુનું કારણ શું? ત્યારે ડૉ. ના મત પ્રમાણે આ લોકોના મૃત્યુ પ્રમાણે અનેક કારણ હોય શકે છે. જેમકે હાલ લોકોની બદલાયેલી લાઇફ સ્ટાઇલ, ખાવામાં જંક ફૂડ નો વધુ પડતો ઉપયોગ, નિયત સમયે ભોજન ન કરવું જેવા કારણો છે. લોકોના હાલ થઈ રહેલા અકાળે અવસાનના અનેક કારણો છે. પરંતુ જો લોકો જાતે જ સાવધ થઈ પોતાની લાઈફ સ્ટાઈલ સુધારશે તો તેઓ આવા અકાળ આવતા મૃત્યુને નિવારી શકશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ—આનંદ પટણી, સુરત

આ પણ વાંચો–વાળીનાથ મહાદેવના શિવલિંગમાં અનેરી ઉર્જા, રોજ ઉમટે છે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ

Whatsapp share
facebook twitter