+

PBKS VS SRH : શું પંજાબના મેદાનમાં પણ સન્નાટો કરશે PAT CUMMINS ?

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની 23 મી મેચમાં આજે પંજાબ અને હૈદરાબાદની ટીમની ટક્કર થશે. આ મેચ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર, ચંદીગઢ ખાતે એટલે કે પંજાબના આંગણે…

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની 23 મી મેચમાં આજે પંજાબ અને હૈદરાબાદની ટીમની ટક્કર થશે. આ મેચ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મુલ્લાનપુર, ચંદીગઢ ખાતે એટલે કે પંજાબના આંગણે મેચ રમાશે. આ મેચમાં બંને ટીમોની નજર પોતાની ત્રીજી જીત જીતવા ઉપર હશે. બંને ટીમોએ તેમની છેલ્લી મેચ જીતી હતી. આવી સ્થિતિમાં શિખર ધવન અને પેટ કમિન્સનું મનોબળ ઉંચુ રહેશે.

PBKS VS SRH HEAD TO HEAD

PBKS અને SRH વચ્ચેના હેડ ટુ હેડ આંકડા જોઈએ તો SRH વધુ મજબૂત દેખાય છે. PBKS અને SRH વચ્ચે અત્યાર સુધીમાં 21 મેચ રમાઈ ચૂકી છે. આ 21 મુકાબલામાં SRH ની ટીમ વધારે મજબૂત દેખાય છે. 21 મેચમાં પંજાબે માત્ર 7 મેચ જીતી છે, જ્યારે હૈદરાબાદે 14 મેચ જીતી છે. SRH એ પ્રથમ બેટિંગ કરતા 8 મેચ અને ટાર્ગેટનો પીછો કરતા 6 મેચ જીતી છે. બીજી તરફ પંજાબે પ્રથમ બેટિંગ કરતા 4 અને પીછો કરતી વખતે 3 મેચ જીતી છે.

MATCHES PLAYED BETWEEN PBKS AND SRH : 21 

PBKS WON : 07

SRH WON : 14

PITCH REPORT

પંજાબના ચંડીગઢના મહારાજા યાદવિંદર સિંહ સ્ટેડિયમની પીચની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ મેદાન પર ફાસ્ટ બોલરોનો દબદબો રહે છે. પિચની CONDITION પ્રમાણે આ મેદાન ઉપર પ્રથમ બોલિંગ કરવું કોઈપણ ટીમ માટે વધારે હિતાવહ રહેશે. આ પીચ પર ફાસ્ટ બોલરો સ્પિન બોલરો કરતાં વધુ વિકેટ લેતા જોવા મળે છે. પંજાબ કિંગ્સની ટીમે અહીં 56 મેચ રમી હતી, જેમાંથી તેણે 30 મેચ જીતી હતી.

PROBABLE ELEVEN

પંજાબ કિંગ્સ પ્રિડિક્ટેડ ઇલેવન: શિખર ધવન, જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંઘ, સેમ કુરાન, જીતેશ શર્મા (વિકેટમેન), સિકંદર રઝા, શશાંક સિંઘ, આશુતોષ શર્મા, હર્ષલ પટેલ, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા

સનરાઇઝર્સ હૈદરાબાદની આગાહી ઇલેવન: મયંક અગ્રવાલ, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ

આ પણ વાંચો : CSK vs KKR : માત્ર 1 રન બનાવ્યા બાદ પણ Dhoni એ રચ્યો ઈતિહાસ

Whatsapp share
facebook twitter