Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Patan: કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માનમાં શકિત પ્રદર્શન

07:23 PM Sep 29, 2024 |
  • પાટણ ક્ષત્રિય ઠાકોર સમાજનું શકિત પ્રદર્શન
  • કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માનમાં શકિત પ્રદર્શન
  • હજારોની સંખ્યામાં ઠાકોર ક્ષત્રિય સમાજના લોકો ઉમટ્યા
  • કોંગ્રેસ પ્રદેશના નેતાઓ સહિત આગેવાનો ઉપસ્થિત

Patan :પાટણ(Patan)ના પ્રગતી મેદાન ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું (KshatriyaSamaj)મહાસંમેલનનો પ્રારંભ થયો હતો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના સન્માન માટે આ કાર્યક્રમ યોજાયો હતો. જોકે આ કાર્યક્રમમાં અલગ-અલગ સમાજના આગેવાનોએ ગેનીબેન ઠાકોરનું સન્માન કર્યું હતું. ત્યાં જ આ સન્માન સમારોહના નામે ઠાકોર સમાજે મોટું શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન જગદીશ ઠાકોરે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના આંદોલનની વાત કરીને ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જગદીશ ઠાકોરે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનાં આંદોલનની શરૂઆત પાટણથી થશે તેવી જાહેરાત કરી હતી.

ગેનીબેન ઠાકોર બાઇટ મુદ્દા

ગેનીબેને આ કાર્યક્રમમાં જમાવ્યું કે, આજે પાટણની પવિત્ર ભૂમિ પર કોંગ્રેસનું મોવડી મંડળ દ્વારા મારો સન્માન સમારંભ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો. આ મારું નહિ બનાસની જનતાનું સન્માન છે. કુંવાસી તરીકે મારે આભાર માનવો તેમજ ઓબીસીની માંગને સમર્થન આપું છું. રોડ માટે જોબ વર્ક માંગીએ છીએ તેમને પત્ર લખવા બદલ કેટલાકને પેટમાં ચૂક આવી છે. કોઈપણ સમાજ છાત્રાલય બનાવી શકે, પણ પાંચ કરોડના રસ્તા ના બનાવી શકે એટલે વસ્તી ગણતરી જરૂરી છે. ગેનીબેને સ્થાનિક ચૂંટણીઓ પછી ઠેલવા બદલ પ્રહાર કરતા કહ્યું કે, વન નેશન વન ઈલેક્શનની વાતો કરતી ભાજપની સરકાર ગુજરાત મા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરી શક્તી નથી. સહકારી સંસ્થાઓને આડે હાથ લઇ પેટા કાયદા થકી ચૂંટણીઓ કરી પોતાના લોકોને ગોઠવે છે.

આ પણ  વાંચો –સોમનાથમાં ડિમોલિશનની કામગીરીને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન

આંદોલનનું રણશીંગુ પાટણથી ફૂંકાશે – જગદીશ ઠાકોર

કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે જાહેર મંચ પરથી સંબોધન કરતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લો આર્થિક રીતે પછાત છે પણ રાજકીય રીતે સમગ્ર ગુજરાતમાં નંબર વન છે. ઠાકોર સમાજ ખૂબ મોટો છે માટે તેને ટાર્ગેટ કરવામાં આવે છે. રોહિણી પાંચ અહેવાલ સરકાર દબાવીને બેઠો છે. જાતિ આધારિત ગણતરી થાય તો ઠાકોર સમાજને ઘણું મળી શકે છે. જ્ઞાતિ આધારિત ગણતરી માટેના આંદોલનનું રણશીંગુ પાટણથી ફૂંકાશે.

આ પણ  વાંચો –

ગુજરાતના કોંગ્રેસના નેતા ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે ગુજરાત પ્રદેશના નેતા મુકુલ વાસનીક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા ભરતસિંહ સોલંકી હાજર રહ્યા હતા. ગેનીબેનના સન્માન સમારંભના નામે ક્ષત્રિય ઠાકોર સમાજનું એક પ્રકારનું શક્તિ પ્રદર્શન બની રહ્યું. આ પ્રસંગે બળદેવજી ઠાકોર અને ચંદનજી ઠાકોરે 11 લાખનો ચેક આપી ગેનીબેનનું મામેરું ભર્યું હતું. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય રઘુદેસાઈ દ્વારા ગેનીબેનને મામેરા પેટે એક લાખ રૂપિયા અને કપડાં અપાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળના શક્તિ ગોહિલ, અમિત ચાવડા, મુકુલ વાસનિકજી અને જગદીશ ઠાકોરને ગેનીબેન ઠાકોરનું સન્માન કર્યું હતું.